Ahmedabad News/ ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ મામલે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટનો દાવો, ‘SVP હોસ્પિટલમાં દર્દીઓનાં મોત થયા હતા’

VS હોસ્પિટલનાં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મનીષ પટેલે એથિક્સ કમિટી અને ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) અંગે પૂછપરછ કરતા જણાવ્યું કે, 50 કિલોમીટરનની રેડિયસમાં

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત VS હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ (Clinical Research Scam) કૌભાંડ અંગે તત્કાલીન મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ મનીષ પટેલે દાવો કર્યો છે કે, “મેં કોઈ કૌભાંડ કર્યું નથી. ક્લિનિકલ રિસર્ચ (Clinical Research) દરમિયાન જે ત્રણ મોત થયા હતા તે SVP હોસ્પિટલમાં થયા હતા. લગભગ 40 થી 45 ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) કરવામાં આવ્યા હતા અને જે 6 કરોડ રૂપિયા રકમ જમા થઈ હતી VS હોસ્પિટલના ખાતામાં થઈ હતી. મેં કે મારા કોઈ પરિવારનાં ખાતામાં રકમ જમા નથી થઈ. બધા ટ્રાયલ કાયદેસર થયા છે. એથિક્સ કમિટીના નિયમ પ્રમાણે જ ક્લિનિકલ રિસર્ચ થયા છે.”

VS હોસ્પિટલનાં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મનીષ પટેલે એથિક્સ કમિટી અને ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) અંગે પૂછપરછ કરતા જણાવ્યું કે, 50 કિલોમીટરનની રેડિયસમાં MOU કરી ક્લિનિકલ ટ્રાયલ કરાયા હતા અને એક પણ મોત VS હોસ્પિટલમાં થયું નથી તેમ સૂર રેલાવ્યો હતો. બધા મોત SVP હોસ્પિટલમાં થયા છે. અમે NHL મેડિકલ કોલેજ તરફથી લેટર મળ્યો હતો અને ઉપરથી પરવાનગી લઈ તમામ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) કર્યા હતા તેમજ ડો. દેવાંગ રાણાનો ઉપરી અધિકારી તરીકે હું નહતો. સરકારની ગાઈડલાઈન પ્રમાણે ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) કરવામાં આવ્યા હતા. ટ્રાયલ જેટલા વર્ષ ચાલે તેમ પૈસા આવતા હોય છે, અને હોસ્પિટલનાં ખાતામાં પૈસા જમા થતા હોય છે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં AMC સંચાલિત VS હોસ્પિટલ (V.S. Hospital)ના 9 ડોક્ટરો (Doctors)ને સસ્પેન્ડ (Suspend) કરાતા ખળભળાટ મચી ગયો હતો. ક્લિનિકલ રિસર્ચ માટે નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission) અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના (Drugs Controller General of India) નિયમો મુજબ એથિકલ કમિટી (Ethical Committee)ની રચના ન કરાતા સસ્પેન્ડ કરાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કૌભાંડ મામલે વિજીલન્સ તપાસ સોંપાઈ હતી, જેમાં મુખ્ય સૂત્રધાર ડો. મનિષ પટેલ છે. ફાર્માકોલોજીસ્ટ ડો. દેવાંગ રાણાનાનાં નિર્દેશના આધારે સમગ્ર કૌભાંડને અંજામ અપાયો હતો. એવું પણ જાણવા મળ્યું હતું કે એક જ ટેસ્ટ માટે દર્દીઓ પાસેથી રૂપિયા 32 લાખ પડાવવામાં આવ્યા હતા.

વી.એસ. હોસ્પિટલ (V.S. Hospital)માં DGCIના નિયમોનું ઉલ્લંઘન થતાં કડક પગલાં લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ફરજ બજાવતાં એસોસિયેટ પ્રોફેસર દેવાંગ રાણા, યાત્રી પટેલ, રોહન શાહ, રાજવી પટેલ, દર્શિલ શાહ, શાલીન શાહ, રોહન શાહ, કંદર્પ શાહ, ધૈવત શુક્લને સસ્પેન્ડ કરાયા છે. સૂત્ર મુજબ 9 તબીબો ગેરકાયદે દવાના ક્લિનિકલ ટ્રાયલ કરાયા હતા અને તેની તપાસ કરતાં રિપોર્ટ સામે આવતાં ઘટસ્ફોટ થયો હતો. ફાર્મા કંપની (Pharma Company)ઓના સંશોધનનાં નામે કરોડોની લેતીદેતીમાં સંડોવાયેલા દેવાંગ રાણા સહિત કોન્ટ્રાક્ટ પર રખાયેલા 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને લેખિતમાં જવાબ માંગવામાં આવ્યા છે. સાથે તત્કાલિન મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મનીષ પટેલની પૂછપરછ શરૂ કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:VS હોસ્પિટલમાં દેવાંગ રાણાની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ ગાયબ!

આ પણ વાંચો:VS હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ મામલે 2 તબીબ વિરૂદ્ધ AMC ચાર્જશીટ દાખલ કરશે

આ પણ વાંચો:VS હોસ્પિટલ ક્લિનિક્લ ટ્રાયલમાં 3નાં મોતની આશંકા, કોંગ્રેસ કોર્પોરેટરે પરિવારને વળતર અપાવવાની માગ કરી