Surat News/ ABVPના કાર્યકર્તાઓના સીન સપાટા, રેલીમાં કાર્યકરોએ કર્યા જોખમી સ્ટંટ, પોલીસ કાર્યવાહી

સુરતમાં ABVP કાર્યકરોની કાર રેલી (Rally) દરમિયાન જોખમી સ્ટન્ટ્સ અને બ્લેક ફિલ્મનો વીડિયો વાયરલ થયો. પોલીસે ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરી બે કાર કબ્જે કરી.

Top Stories Gujarat Surat
Rally

Surat ABVP Rally News : સુરત શહેરના વેસુ–અલથાણ વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી કાર રેલી (Rally)વિવાદમાં આવી છે. જાહેર માર્ગ પર કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકી જોખમી સ્ટન્ટ્સ સાથે રેલી કાઢવામાં આવી. સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરી ફોર્ચ્યુનર સહિત બે કાર કબ્જે લીધી છે.

રેલી (Rally) દરમિયાન નિયમોની ખુલ્લેઆમ ઉલ્લંઘના

સુરતની ડી.આર.બી. કોલેજ ખાતે ABVP દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં કાર્યકરો 15થી વધુ કારોના કાફલા સાથે રેલી (Rally) સ્વરૂપે નીકળી પડ્યા હતા. ઉત્સાહમાં કાર્યકરોએ ટ્રાફિકના નિયમો અને પોતાની સુરક્ષાને પણ ભૂલી જતા જાહેર માર્ગ પર જોખમી રીતે ગાડીઓ (Car) હંકારવામાં આવી હતી.

ચાલુ ગાડીમાંથી સ્ટન્ટ્સ, બ્લેક ફિલ્મથી નિયમોનો ભંગ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેટલાક કાર્યકરો ચાલુ ગાડીએ દરવાજા બહાર લટકીને, બોનેટ પર બેસીને જોખમી સ્ટન્ટ્સ કરી રહ્યા છે. રેલીમાં સામેલ કેટલીક લક્ઝુરિયસ કારોમાં પ્રતિબંધિત ‘બ્લેક ફિલ્મ’ (કાળા કાચ) લગાવવામાં આવ્યા હતા. મોટા અવાજે હોર્ન વગાડતા અને બેફામ ડ્રાઇવિંગના કારણે અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Rally

પોલીસની કોઈ મંજૂરી વિના કાઢવામાં આવી રેલી

વાયરલ વીડિયો સામે આવતા જ સુરત પોલીસ હરકતમાં આવી હતી. અલથાણ પોલીસે વીડિયોના ફૂટેજ અને વાહનોના નંબરના આધારે તપાસ શરૂ કરી. તપાસમાં ખુલાસો થયો કે રેલી (Rally)કાઢવા માટે પોલીસ તંત્ર પાસેથી કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી. સીટીલાઇટ વિસ્તારમાં આવેલી કોલેજથી અણુવ્રત દ્વાર સુધી નીકળેલી આ રેલી દરમિયાન ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા, જેના કારણે શાળા વાહનો અને ઇમરજન્સી સેવાઓને પણ અવરોધ થયો હતો.

બે કાર કબ્જે, ભયજનક ડ્રાઇવિંગનો ગુનો નોંધાયો

આ મામલે અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી. ચૌહાણે જણાવ્યું હતું કે, 19 ડિસેમ્બરે DRB કોલેજ ખાતે ABVPની કાર્યકારણી બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ કાર્યકરોએ કાર સાથે સરઘસ કાઢ્યું હતું, જેમાંથી એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં કાળા કાચવાળી ગાડીઓ અને જોખમી ડ્રાઇવિંગ સ્પષ્ટ દેખાતા પોલીસે કાર્યવાહી કરી છે.

પોલીસે સરઘસમાં સામેલ બે કાર જમા લઈ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વીડિયો અનુસાર, ગાડી ચલાવતા સમયે કેટલાક લોકો વિન્ડોમાંથી બહાર નીકળેલા હતા છતાં ચાલક ગાડી ચલાવતો રહ્યો હતો, જેને કારણે ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ફરી એકવાર શંકાસ્પદ નકલી પનીર મળી આવ્યું, આરોગ્ય વિભાગના દરોડા યથાવત

આ પણ વાંચો:સુરભી ડેરીમાં ઘીમાં એસિડ ભેળવીને નકલી પનીર તૈયાર કરાતુ હતું

આ પણ વાંચો: સુરતમાં ઘી-માખણમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી, 45 નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર