Rajkot-Rape Accused/ રાજકોટના શાપરમાં દુષ્કર્મનો આરોપી બિહાર-યુપી બોર્ડરથી ઝડપી લીધો

રાજકોટના શાપરમાં દુષ્કર્મનો આરોપી ઝડપાયો છે. પોલીસે બિહાર-યુપી બોર્ડર પરથી તેને ઝડપી લીધો છે. ચાર વર્ષ પહેલા નરાધમે સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.

Top Stories Gujarat Rajkot

રાજકોટઃ રાજકોટના શાપરમાં દુષ્કર્મનો આરોપી ઝડપાયો છે. પોલીસે બિહાર-યુપી બોર્ડર પરથી તેને ઝડપી લીધો છે. ચાર વર્ષ પહેલા નરાધમે સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.

પોલીસે આરોપીને બિહારમાં તેના વતનમાંથી પકડ્યો હતો. સમગ્ર બનાવની ઘટના એવી છે કે ચાર વર્ષની બાળા ગયા શનિવારે તેના સાંજે ઘર પાસે રમતી હતી. તે સમયે આરોપી તેને નાસ્તાની લાલચ આપીને ઉપાડી ગયો હતો. તેને અવાવરૂ સ્થળે લઈ જઈ છરીની અણીએ બળાત્કાર કર્યો હતો. બળાત્કાર ગુજારી તેને રસ્તા પર ફેંકી ભાગી ગયો હતો.

શાપરની ઘટનામાં પોલીસની સાથે એલસીબી પણ તપાસમાં જોડાઈ હતી. બાળાને ઉઠાવાઈ ત્યાંથી પોલીસે સીસીટીવી ફૂટેજ જોવાનું શરૂ કરતાં આરોપીનો ચહેરો જોવા મળ્યો હતો. તેના પછી આરોપી શાપરમાંથી રિક્ષા માર્ગે રાજકોટ બસ સ્ટેન્ડે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રીક્ષાચાલકની પૂછપરછ અને બસ સ્ટેન્ડના સીસીટીવી ફૂટેજ ચકાસતા પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી બસસ્ટેન્ડથી બીજી રીક્ષામાં રેલ્વે સ્ટેશન ગયો હતો.

રેલ્વે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસતા જાણવા મળ્યું હતું કે આરોપી દિલ્હી જતી ટ્રેનની ટિકિટ લઈને બેસી ગયો હતો. આના પગલે એક પોલીસ ટુકડી વિમાન માર્ગે દિલ્હી રવાના કરવામાં આવી હતી. આરોપી દિલ્હીથી તેના વતન બિહારના ગાઝીપુર જિલ્લામાં આવેલા ગામે પહોંચ્યો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમે તેને પીછો કરી ઝડપી લીધો હતો. આરોપી શાપરમાં છેલ્લા છ મહિનાથી છૂટક કામો કરતો હતો. તેના છૂટાછેડા પણ થઈ ગયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી