
અમદાવાદના સાબરમતી ખાતે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિન્જો આબે ગાંધીનગર ખાતેની દાંડી કુટીરની મુલાકાતે પહોચ્યાં હતા.


આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ગાઈડની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને પીએમ આબેને કુટીરની વિષે માહિતગાર કર્યા હતા. દાંડી કુટીર પહોચ્યાં બાદ બંને રાષ્ટ્રપ્રમુખનું સ્વાગત સુત્તરની માળા પહેરાવીને કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, દાંડી કુટીરએ મહાત્મા મંદિરનો જ એક ભાગ છે.
