Vadodara-BJP/ કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

વડોદરામાં ભાજપના વિધાનસભ્ય પદેથી રાજીનામુ આપનારા કેતન ઇનામદારે મોટું નિવેદન કરતાં જણાવ્યું છે કે પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રાખવામાં આવતું નથી. પક્ષમાં તેઓનું સન્માન જાળવવામાં આવતું નથી.

Top Stories Gujarat Vadodara Breaking News
Beginners guide to 7 4 કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

વડોદરાઃ વડોદરામાં ભાજપના વિધાનસભ્ય પદેથી રાજીનામુ આપનારા કેતન ઇનામદારે મોટું નિવેદન કરતાં જણાવ્યું છે કે પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રાખવામાં આવતું નથી. પક્ષમાં તેઓનું સન્માન જાળવવામાં આવતું નથી. આ અંગે તમામ જગ્યાએ અને તમામ સ્તરોએ રજૂઆત કરવામાં આવતા છતાં કોઈ નીવેડો આવ્યો નથી.

તેની સાથે તેમણે જણાવ્યું હતું કે પક્ષમાં નવા આવનારાઓનું સ્વાગત છે, કારણ કે અમે પણ તે જ રીતે આવ્યા હતા. તેની સાથે જૂના કાર્યકરોની અવગણના થવી ના જોઈએ. તેમણે જણાવ્યું હતું કે રાજકારણમાં દરેક જણ સત્તા માટે જ આવતું હોય તે જરૂરી નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે તમામનું માન જાળવો, પરંતુ આવું કશું થયું નથી.

આ અંગે માનવામાં આવે છે કે ભાજપમાં ચાલતા ભરતીમેળાથી અને કોંગ્રેસીઓને પક્ષમાં આપવામાં આવતા પદના લીધે શહેર અને જિલ્લાના સંનિષ્ઠ કાર્યકરોની થયેલી અવગણનાથી તેઓ નારાજ છે. કેતન ઇનામદારના રાજીનામાથી સમર્થકોમાં ભારે આક્રોશ છે. તેમા પણ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને ઇનામદાર તેમના સમર્થનમાં રાજીનામા આપશે. જિલ્લા પંચાયતના સભ્યો પણ કેતન ઇનામદારના સમર્થનમાં રાજીનામા આપવાના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની ઘટના બની