Not Set/ મુંબઈથી દિલ્હી જતાં સ્પાઇસ જેટ ના પ્લેનનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદ: મુંબઈથી દિલ્હી જઈ રહેલી Spice Jet ની ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવા આવ્યું છે. ચાલુ ફ્લાઈટમાં હવાનું લો પ્રેસર થતાં મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેના કારણે આ તાકીદનું ઉતરાણ કરવાની ફરજ પડી હતી. આ ફ્લાઈટમાં ૧૯૪ મુસાફરો સવાર હતા. આ અંગે અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. મુંબઈથી […]

Ahmedabad Top Stories Gujarat India Trending
Emergency Landing in Ahmedabad, a Spice Jet flight go from Mumbai to Delhi

અમદાવાદ: મુંબઈથી દિલ્હી જઈ રહેલી Spice Jet ની ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવા આવ્યું છે. ચાલુ ફ્લાઈટમાં હવાનું લો પ્રેસર થતાં મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેના કારણે આ તાકીદનું ઉતરાણ કરવાની ફરજ પડી હતી. આ ફ્લાઈટમાં ૧૯૪ મુસાફરો સવાર હતા. આ અંગે અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

મુંબઈથી સવારે ૬.૪૫ કલાકે દિલ્હી જતી Spice Jet ની એસજી 160 ફ્લાઈટ ઉપડી હતી. જેમાં અંદાજે ૧૯૪ મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટ ઉપડ્યા પછી દસ મિનીટ બાદ આશરે ૬.૫૫ કલાકે ફ્લાઈટનું પ્રેસરાઈઝેશન ફેઈલ થઈ ગયું હતું. જેના કારણે એરક્રાફ્ટના ચાલક દળ દ્વારા તાકીદે ડાયવર્ઝન આપવાની માંગણી કરવામાં આવી હતી. જેમાં એરક્રાફ્ટના ચાલક દળના લેડી પાયલોટ દ્વારા જણાવાયું હતું કે, પ્લેનમાંથી સળગતું હોવાની વાસ આવી રહી છે. આ રિક્વેસ્ટના આધારે સવારે ૭.૧૦ કલાકે તેને અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરવાની પરવાનગી આપવામાં આવી હતી

જેના અંતર્ગત સવારે સવા સાત વાગ્યાના સુમારે અમદાવાદ એરપોર્ટ પર આ ફ્લાઈટનું તાકીદનું ઉતરાણ કરવાની ફરજ પડી હતી. આ પ્રોબ્લેમ ઉભો થતાં પ્લેનમાં સવાર મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જો કે, તાત્કાલિક ઉતરાણ કરવામાં આવતા કોઈ મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી.

આ ઘટના અંગે અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટરે પણ સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એરક્રાફ્ટમાં સળગતું હોવાની વાસ આવતી હોવાના કારણે મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની લેડી પાયલોટની વિનંતીના આધારે પ્લેનને અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરાવ્યું હતું. આ સમયે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મેડિકલ સુવિધાઓ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હતી.

આ ફ્લાઈટના મુસાફરોને સ્પાઇસ જેટની અન્ય ફ્લાઈટ દ્વારા તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.