Delhi-Mumbai Expressway/ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં અમદાવાદના ત્રણના મોત

રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં અમદાવાદના એક જ કુટુંબના ત્રણના મોત નીપજ્યા છે. અમદાવાદથી હરિદ્વાર જતાં પરિવારને અકસ્માત નડતા ત્રણના મોત થયા હતા અને પાંચને ઇજા થઈ હતી.

Top Stories India Breaking News
Beginners guide to 69 દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં અમદાવાદના ત્રણના મોત

જયપુરઃ રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં અમદાવાદના એક જ કુટુંબના ત્રણના મોત નીપજ્યા છે. અમદાવાદથી હરિદ્વાર જતાં પરિવારને અકસ્માત નડતા ત્રણના મોત થયા હતા અને પાંચને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે બાંદીકુઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નીલગાયને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે.

અમદાવાદથી હરિદ્વાર જતાં એક કુટુંબને રાજસ્થાનના દૌસામાં અકસ્માત નડ્યો હતો, જેમા ત્રણ લોકોના મોત થયા છે. નીલ ગાયને બચાવવાના ચક્કરમાં આ અકસ્માત થયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ કારમાં સવાર થઈ આઠ જણા અમદાવાદથી હરિદ્વાર જતાં હતા આ દરમિયાન આભાનેરી પાસે નીલગાય રસ્તા પર આવી ગઈ હતી. તેને બચાવવાના ચક્કરમાં કાર બેકાબુ થઈ પલ્ટી મારી ગઈ હતી. તેમા પતિપત્ની સહિત ત્રણ લોકોના મોત થયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ અધિકારી જવાનસિંહે જણાવ્યું હતું કે એક કુટુંબ અમદાવાદથી હરિદ્વાર જતું હતું. આ દરમિયાન તેમની કાર સામે એક ગાય આવી જતા તેમણએ કારને રોડની સાઇડમાં ઊભી કરી દીધી હતી. કારની બહાર તે ઊભા હતા. તે સમયે એક ટ્રકે તેમને ટક્કર મારી હતી, તેમા ત્રણના મોત થયા હતા. પોલીસે ટક્કર મારનારા ટ્રક ચાલકની શોધ આદરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ

આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ