Not Set/ Jet Airwaysને બાય બાય કહેવાનો સમય આખરે આવી ગયો, હવે નહી ભરે ઉડાન

દેવાનાં સંકટનો સામનો કરી રહી જેટ એરવેઝને હવે બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. તેની ઉડાન ભરવાની સંભાવનાઓ લગભગ ખતમ થઇ ગઇ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈંન્ડિયાની આગેવાનીમાં બેન્કનાં ગ્રુપને Jet Airwaysનાં ભવિષ્યને લઇને બેઠક કરી. આ બેઠકમાં એરલાઇનને ફરી ઉભુ કરવાના પોતાના તરફથી કરી રહેલા પ્રયત્ન પણ છોડી દીધા છે. Jet Airwaysની વિરુદ્ધ […]

India
Jet Airways A330 200 hi res 2 Jet Airwaysને બાય બાય કહેવાનો સમય આખરે આવી ગયો, હવે નહી ભરે ઉડાન

દેવાનાં સંકટનો સામનો કરી રહી જેટ એરવેઝને હવે બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. તેની ઉડાન ભરવાની સંભાવનાઓ લગભગ ખતમ થઇ ગઇ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈંન્ડિયાની આગેવાનીમાં બેન્કનાં ગ્રુપને Jet Airwaysનાં ભવિષ્યને લઇને બેઠક કરી. આ બેઠકમાં એરલાઇનને ફરી ઉભુ કરવાના પોતાના તરફથી કરી રહેલા પ્રયત્ન પણ છોડી દીધા છે. Jet Airwaysની વિરુદ્ધ બેન્કોએ મંગળવારે NCLTમાં નાદારી અરજી દાખલ કરી છે.

NCLTમાં સમગ્ર મામલાની ઘોષણા બાદ મંગળવારે કંપનીનાં શેર 50 ટકાથી વધુ તૂટી ગયા હતા. મંગળવારે 40.78 ટકાના ઘટાડા સાથે શેર 40.45 પર બંધ રહ્યો હતો. જ્યારે બેન્કોની અરજી પર સુનવણી આજે (બુધવાર) શરૂ થશે. Jet Airways પર બેન્કો સિવાય એરલાઇન પર તેને માલ અને સેવાઓ આપનારાઓનાં 10 હજાર કરોડ રૂપિયા અને કર્મચારીઓનાં વેતનનાં 3 હજાર કરોડ રૂપિયા બાકી છે. આપને જણાવી દઇએ કે, jet Airwaysનાં કર્મચારીઓની સંખ્યા 23 હજાર છે. છેલ્લા ઘણા વર્ષોથી Jet Airwaysનું કુલ નુકસાન 13 હજાર કરોડ રૂપિયા સુધી પહોચી ગયુ છે. આ જોતા એરલાઇન પર કુલ 36,500 કરોડ રૂપિયા બાકી બોલી રહ્યા છે.

Jet Airways 17 એપ્રિલથી રોકડની કટોકટીને લીધે અને એરલાઇન્સને લીઝિંગ કંપનીઓને ચૂકવણી ન કરવા બદલ કામગીરી બંધ કરી દીધી છે. નોંધપાત્ર રીતે, જેટ એરવેઝ, શેમન વ્હીલ્સ અને ગગ્ગર એન્ટરપ્રાઇઝિસ સાથેના વ્યવસાયિક સોદામાં બે કંપનીઓએ એનસીએલટીને 10 જૂનના રોજ એરલાઇન સામેની નાદારીની પ્રક્રિયા શરૂ કરવાની અપીલ કરી હતી. શેમન વ્હીલ્સની એરલાઇને 8.74 કરોડ રૂપિયા અને ગગ્ગરનાં 53 મિલિયન રૂપિયા એરલાઇન પર બાકી છે. બુધવારે સવારના પ્રારંભિક કલાકોમાં આશરે 10 વાગ્યે, જેટ એરવેઝના શેર 22.2 ટકાથી વધુના ઘટાડા સાથે રૂ. 31.25 ની સપાટીએ ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા. કહી શકાય કે, Jet Airwaysની હવે આગામી સમયમાં ઉડાન ભરવાની સંભાવનાઓ ના બરાબર રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.