Not Set/ ઓમ બિરલા બન્યા નવા લોકસભાનાં સ્પીકર, જાણો તેમની રાજનીતિક સફર

રાજસ્થાનનાં કોટાથી ભાજપનાં સાંસદ ઓમ બિરલા બુધવારે નવા લોકસભા સ્પીકર પસંદ કરવામાં આવ્યા હતા. વિપક્ષ તરફથી ઓમ બિરલા વિરુદ્ધ કોઇ લોકસભા સ્પીકર માટે નામ આપવામાં આવ્યુ નહોતુ. તેવામાં ઓમ બિરલા નિર્વિરોધ લોકસભાનાં સ્પીકર પસંદ કરાયા હતા. આપને જણાવી દઇએ કે, આ પહેલા લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન હતા. જેમણે વર્ષ 2014થી 2019 સુધી આ પદ ગ્રહણ […]

India
3e6ef776 91a9 11e9 8dac d1dda9c8fec1 ઓમ બિરલા બન્યા નવા લોકસભાનાં સ્પીકર, જાણો તેમની રાજનીતિક સફર

રાજસ્થાનનાં કોટાથી ભાજપનાં સાંસદ ઓમ બિરલા બુધવારે નવા લોકસભા સ્પીકર પસંદ કરવામાં આવ્યા હતા. વિપક્ષ તરફથી ઓમ બિરલા વિરુદ્ધ કોઇ લોકસભા સ્પીકર માટે નામ આપવામાં આવ્યુ નહોતુ. તેવામાં ઓમ બિરલા નિર્વિરોધ લોકસભાનાં સ્પીકર પસંદ કરાયા હતા. આપને જણાવી દઇએ કે, આ પહેલા લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન હતા. જેમણે વર્ષ 2014થી 2019 સુધી આ પદ ગ્રહણ કર્યુ હતુ. આપને જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીએ ખુદ લોકસભા સ્પીકર પદ માટે ઓમ બિરલાનાં નામનો પ્રસ્તાવ રાખ્યો હતો.

ભાજપનાં કોટાથી સાંસદ ઓમ બિરલાનાં નામને કોંગ્રેસ સહિત TMCની પણ સહમતિ મળી હતી. કોંગ્રેસ અને TMC બાદ DMK એ પણ તેના નામ પર પોતાની સહમતિ દર્શાવી હતી. કોટાનાં સાંસદ રહેલા ઓમ બિરલા પોતાના સામાજીક કાર્યોનાં કારણે ઘણા ફેમસ છે. તે વસુંધરા રાજેની સરકારમાં સંસદીય સચિવ રહી ચુક્યા છે. લોકસભાનાં સ્પીકર તરીકે પસંદ થયા પહેલા જ તેમની પત્નિ અમિતા બિરલાએ એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ કે, મારા પતિ પહેલા ભગવાનની પૂજા નહોતા કરતા, મારા દબાણ બાદ તેમણે રોજ પૂજા પાઠ કરવાનું શરૂ કરી દીધુ. આજે સવારે પણ તેમણે 10 મીનિટ સુધી પૂજા કરી અને ત્યારબાદ તે રવાના થયા હતા. હુ ઘણી ખૂશ છુ. તે હંમેશા બોલવાથી વધુ સાંભળવાની શક્તિ ધરાવે છે. આ જ કારણે મને લાગે છે કે તે લોકસભાની વ્યવસ્થા હંમેશા બનાવી રાખશે.

કોણ છે ઓમ બિરલા?

રાજસ્થાનનાં કોટાથી ભાજપનાં સાંસદ ઓમ કૃષ્ણ બિરલાનો જન્મ 4 ડિસેમ્બર 1962નાં રોજ થયો હતો. લોકસભા 2019ની ચૂંટણીમાં કોટાથી પોતાની ઉમેદવારી નોંધાવેલ ઓમ બિરલાએ કોંગ્રેસનાં ઉમેદવાર રામ નારાયણ મીણાને પોણા ત્રણ લાખ મતોથી હરાવીને જીત મેળવી હતી. તદઉપરાંત વર્ષ 2014માં પણ ઓમ બિરલાને કોટા બેઠક પરથી મોટી સફળતા મળી હતી. તે સમયે બિરલાએ કોંગ્રેસનાં ઇજ્યરાજ સિંહને હરાવ્યા હતા. ઓમ બિરલા ત્રણ વખત રાજસ્થાન વિધાનસભાનાં સદસ્ય પણ રહી ચુક્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.