Not Set/ પ્રેગ્નન્ટ પત્ની માહીનું કંઇક આ રીતે ધ્યાન રાખી રહ્યા છે જય ભાનુશાળી, દબાવ્યા પગ

મુંબઈ, ટીવીની જાણીતી એક્ટ્રસ માહી વીજ પ્રેગ્નન્ટ છે અને આજકાલ તે પોતાની પ્રેગ્નેંસીને ખુબ જ એન્જોય કરી રહી છે. પતિ જય ભાનુશાળી પણ માહીનું ઘણું ધ્યાન રાખી રહ્યા છે. માહીને પેમ્પર કરી રહ્યા છે. હવે કપલનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં જય માહીનાં પગ દબાવતા જોવા મળી રહ્યા છે. તેમને ફુટ મસાજ આપી રહ્યા […]

Uncategorized
ffesfc 5 પ્રેગ્નન્ટ પત્ની માહીનું કંઇક આ રીતે ધ્યાન રાખી રહ્યા છે જય ભાનુશાળી, દબાવ્યા પગ

મુંબઈ,

ટીવીની જાણીતી એક્ટ્રસ માહી વીજ પ્રેગ્નન્ટ છે અને આજકાલ તે પોતાની પ્રેગ્નેંસીને ખુબ જ એન્જોય કરી રહી છે. પતિ જય ભાનુશાળી પણ માહીનું ઘણું ધ્યાન રાખી રહ્યા છે. માહીને પેમ્પર કરી રહ્યા છે. હવે કપલનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં જય માહીનાં પગ દબાવતા જોવા મળી રહ્યા છે. તેમને ફુટ મસાજ આપી રહ્યા છે. આ વિડીયો માહીએ શેર કર્યો છે. વિડીયો શેર કરતા માહીએ લખ્યુ કે,આવો પતિ ભગવાન બધાને આપે.

માહી તાજેતમાં આમના શરીફની ઈદ પાર્ટીમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. હાલ માહી પોતાના સેકેંડ ટ્રિમેસ્ટરમાં છે. તે પોતાનાં પ્રેગ્નેંસી ફેઝનેં ખુબ જ એન્જોય કરી રહી છે.

મેરિડ લાઇફની વાત કરવામાં આવે તો જય અને માહી 2011માં લગ્નના બંધનમાં બંધાયા હતા. બન્નેએ સીક્રેત્ત મેરેજ કર્યા હતા. જય ભાનુશાલી માહી વિજના પહેલાથી જ બે બાળકો છે. જય અને માહીએ એક પુત્ર અને એક પુત્રી દતક લીધા છે. આ બે બાળકો પોતાના સગા માતા-પિતા જોડે રહે છે, પરંતુ તેમનું ભણતર અને અન્ય જરૂરી ખર્ચા જય અને માહી આપી રહ્યા છે. બંને બાળકો તેમના કેયરટેકરનાં છે.

આપને જણાવી દઈએ કે, નાનપણથી જ માહીના પરિવારમાં એક કેયરટેકર હતા. 2011માં જય ભાનુશાળીથી લગ્ન પછી તે કેયરટેકર પણ માહીના ઘરમાં રહેવા લાગ્યા.

વર્ક ફ્રંટની વાત કરીએ તો માહી ‘લાગી તુજસે લગન’ માં જોવામાં આવી હતી. આ શોમાં માહી ઘણી ફેમસ થઇ હતી અને તેને નવી ઓળખ મળી હતી. તેના ઉપરાંત માહી અન્ય ઘણા ફેમસ શોમાં પણ જોવામાં મળી હતી. જો જય વિશે વાત કરવામાં આવે તો  શો ‘સબસે બડા કલાકાર’માં જોવામાં મળ્યા હતા. કપલ રીયાલીટી શો ‘નચ બલીએ’માં પણ જોવામાં મળી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.