Not Set/ એક સાથે ત્રણ એરલાઇન્સ કંપનીએ ભાડમાં કર્યો ઘટાડો, 1000 રૂપિયા કરતા પણ ઓછું ભાડુ, જાણો

નવી દિલ્હીઃ જેટ એરવેઝ, ઈન્ડીગો અને ગો એર જેવી એરલાઈન્સ કંપનીઓ  ટિકીટના ભાવમાં મોટા પાયે ઘટાડો કર્યો છે. તો હવે તમે પણ આ ઓફર્સને ધ્યાનમા રાખીને ટ્રેનની ટિકીટના દર પર હવાઇ યાત્રાની મજા લઈ શકો છો. એક બાજુ જેટ એરવેઝ 999 રૂપિયામાં ટિકીટ આપી રહી છે, ત્યારે ઈન્ડીગોની ઓફર્સ 949 રૂપિયાથી શરુ થઈ રહી છે. […]

Uncategorized
1469717810 air india jet airways indigo domestic air traffic passenger volume dgca civil aviation policy 2016 એક સાથે ત્રણ એરલાઇન્સ કંપનીએ ભાડમાં કર્યો ઘટાડો, 1000 રૂપિયા કરતા પણ ઓછું ભાડુ, જાણો

નવી દિલ્હીઃ જેટ એરવેઝ, ઈન્ડીગો અને ગો એર જેવી એરલાઈન્સ કંપનીઓ  ટિકીટના ભાવમાં મોટા પાયે ઘટાડો કર્યો છે. તો હવે તમે પણ આ ઓફર્સને ધ્યાનમા રાખીને ટ્રેનની ટિકીટના દર પર હવાઇ યાત્રાની મજા લઈ શકો છો.

એક બાજુ જેટ એરવેઝ 999 રૂપિયામાં ટિકીટ આપી રહી છે, ત્યારે ઈન્ડીગોની ઓફર્સ 949 રૂપિયાથી શરુ થઈ રહી છે. જેટ એરવેઝની ‘ગેટ સેટ ફોર અ ફ્લાઈંગ સ્ટાર્ટ સ્કીમ’ અનુસાર તમે કંપનીની વેબસાઈટ પર 7 જાન્યુઆરી 2017 સુધી ટિકીટની બુકીંગ કરાવી શકો છો.

ઈન્ડીગો આરલાઇન્સની ઓફર્સ પણ 7 જન્યુઆરી સુધી જ છે. આ ટિકીટો પર તમે 31 જન્યુઆરીથી 13 એપ્રિલની વચ્ચેના સમયગાળામા મુસાફરી કરી શકશો. અને આ ટિકીટ 949 રૂપિયાથી શરુ થઈ રહી છે. ઈન્ડીગોના અનુસાર કોઈંબતુરથી ચેન્નઈ 949 રૂપિયા, દિલ્હીથી જયપુર સુધી 1042 રૂપિયા, ચેન્નઈથી બેંગલોર 1187 રૂપિયા, ચેન્નઈથી દિલ્હી 2832 રૂપિયાની ઓફર કરવામા આવી રહ્યી છે.

આ બધી વાતમા એક વસ્તુ ધ્યાનમા રહેવી જોઈએ કે એરલાઈન્સ કંપનીઓ દ્વારા આપવામા આવી રહી ઓફર્સ કેટલાક પસંદ કરેલા રૂટો પર જ માન્ય રહેશે. જોવા જઈએ તો હજી એક વિમાન સેવા પ્રદાન કરતી કંપની ગો એર પણ વધારે પાછળ નથી. ગ્રાહકોને આકર્ષવાની રેસમાં ગો એર 1057 રૂપિયાની ઓફર આપી રહી છે. આના માટેની બુકિંગ તમે 31 જાન્યુઆરી સુધી કરાવી શકો છો.