Not Set/ લાયસન્સ બનાવવા માટે 5 ગણી વધુ ફી ચૂકવી પડેશ, જાણો

નવી દિલ્હી– આગામી સમયમાં આપે લાયસન્સ બનાવવા માટે પહેલા કરતાં પાંચ ગણી વધુ  રકમની ફી ચુકવવી પડશે. માર્ગ પરિવહન મંત્રાલયે નિર્ણય કર્યો છે કે ડ્રાઈવિંગ લાયસન્સ ઈસ્યુ કરવાની ફી હવે 40 રૂપિયાથી વધારીને 200 રૂપિયા કરી દેવાશે. જો આપને સ્માર્ટ કાર્ડ જેવું લાયસન્સ જોઈતું હશે તો આપે તેના કરતાં વધારે પૈસા આપવા પડશે. મળેલી જાણકારી […]

Uncategorized
2 Govt increases driving licence fee by 5 times to cost 200 now લાયસન્સ બનાવવા માટે 5 ગણી વધુ ફી ચૂકવી પડેશ, જાણો

નવી દિલ્હી– આગામી સમયમાં આપે લાયસન્સ બનાવવા માટે પહેલા કરતાં પાંચ ગણી વધુ  રકમની ફી ચુકવવી પડશે. માર્ગ પરિવહન મંત્રાલયે નિર્ણય કર્યો છે કે ડ્રાઈવિંગ લાયસન્સ ઈસ્યુ કરવાની ફી હવે 40 રૂપિયાથી વધારીને 200 રૂપિયા કરી દેવાશે. જો આપને સ્માર્ટ કાર્ડ જેવું લાયસન્સ જોઈતું હશે તો આપે તેના કરતાં વધારે પૈસા આપવા પડશે. મળેલી જાણકારી મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ અને તામિલનાડુમાં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

વધુ સરકારે એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે, જે મુજબ જે લોકો સમય પર તેમનું લાયસન્સ રીન્યૂ નથી કરાવતાં તેમણે પણ હવે પહેલા કરતાં વધુ રકમ ચુકવવી પડશે. નોટિફિકેશનમાં કહેવાયું છે કે હવે 300 રૂપિયા વધારાના ચુકવવા પડશે, તદ્ઉપરાંત દર વર્ષેના હિસાબે રૂપિયા એક હજાર વધુ ચુકવવા પડશે.

જાણવા મળ્યા મુજબ ફી એટલા માટે વધારવામાં આવી છે કે વર્ષોતી તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. આનાથી તમામ રાજ્યોની ફી એક સરખી થઈ જશે. તેમજ વાહનોના માલીકનું નામ બદલવાની NOC ફીને વધારવામાં આવી છે. નવી ફી અનુસાર ભારે વાહનોના ફિટનેસ ટેસ્ટ માટે 600 રૂપિયા આપવા પડશે અને કાર માટે 400 રૂપિયા રાખવામાં આવ્યા છે.