Covid-19/ દેશમાં Active Cases માં આવ્યો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ કોરોનાનાં નવા કેસ નોંધાયા

ભારતમાં એક દિવસમાં કોવિડ-19નાં 13,451 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,42,15,653 થઈ ગઈ છે. વળી, સંક્રમણનાં કારણે વધુ 585 લોકોના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 4,55,653 થઈ ગયો છે.

Top Stories India
દેશમાં કોરોનાનાં કેસ

ભારતમાં એક દિવસમાં કોવિડ-19નાં 13,451 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,42,15,653 થઈ ગઈ છે. વળી, સંક્રમણનાં કારણે વધુ 585 લોકોના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 4,55,653 થઈ ગયો છે.

આ પણ વાંચો – ધર્મપરિવર્તન / ઇન્ડોનેશિયાની ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની દિકરી સુકમાવતીએ ઇસેલામ ધર્મ છોડી હિન્દુ ધર્મ અપનાવ્યો

આપને જણાવી દઇએ કે, 585 મૃત્યુમાંથી, કેરળમાં સૌથી વધુ 482 મૃત્યુ થયા છે. આ પછી મહારાષ્ટ્રમાં 32, પશ્ચિમ બંગાળમાં 15, મિઝોરમમાં 8, કર્ણાટકમાં 7 અને આંધ્રપ્રદેશમાં 6 લોકોનાં મોત થયા છે. ઓડિશા અને ગોવામાં એક જ દિવસમાં કોરોના વાયરસનાં કારણે ચાર મોત થયા છે. જ્યારે આસામમાં ત્રણનાં મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધીમાં કુલ 4,55,653 લોકોનાં મોત થયા છે. જ્યારે 3.35 કરોડ લોકો સંક્રમણમાંથી સાજા થયા છે. ભારતમાં એક દિવસમાં 1,155 સક્રિય કેસમાં ઘટાડો નોંધાયો છે. વર્તમાન સક્રિય કેસલોડ 1,62,661 છે, જે 242 દિવસમાં સૌથી ઓછો છે. ભારતે અત્યાર સુધીમાં 103 કરોડથી વધુ લોકોને રસી અપાવી છે, જેમાં પ્રથમ અને બીજા ડોઝનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ 72,13,19,294 પ્રથમ ડોઝ અને 31,35,17,300 સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો – જાણવા જેવું / કૂતરા માત્ર સૂંઘવામાં જ નહીં પરંતુ સપનામાં પણ ઝડપી હોય છે, જાણો તમારા પાલતુ સાથે જોડાયેલા આ રસપ્રદ તથ્યો

દેશમાં સંક્રમિતોની સંખ્યા ગત વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. વળી, સંક્રમણનાં કુલ કેસ 16 સપ્ટેમ્બરનાં રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરનાં રોજ 60 લાખ, 11 ઓક્ટોબરનાં રોજ 70 લાખ, 29 ઓક્ટોબરનાં રોજ 80 લાખ અને 20 નવેમ્બરનાં રોજ 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને વટાવી ગયા હતા, આ વર્ષે 4 મેનાં રોજ બે કરોડને વટાવી ગયા હતા અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયા હતા.