Not Set/ શું તમે જાણો છો, તબાહી વહેરતા “તોફાનો”નાં મનમોહક “નામકરણ”ની રોચક કહાની?

તોફાનો કહો કે પછી ચક્રાવાત કહો, તેનું આસ્તિત્વ તો અનંત કાળથી છે જ. દાસ્તાને તોફાન અને તબાહી આમતો ઉત્ત્પતી સમયથી જ શરૂ થઇ ગઇ હતી. પરંતુ શું તમે જાણો છો  કે આ તબાહી રૂપી તોફાનોનાં મનમોહક નામકરણની રોચક કહાની વિશે ? હાલ ઓડિશામાં ભયંકર તોફાન “ફાની”નો કહેર વરસી રહ્યો છે. આ ભયંકર વિનાશનું નામ “ફાની” […]

Top Stories India
Cyclone Titli શું તમે જાણો છો, તબાહી વહેરતા “તોફાનો”નાં મનમોહક “નામકરણ”ની રોચક કહાની?

તોફાનો કહો કે પછી ચક્રાવાત કહો, તેનું આસ્તિત્વ તો અનંત કાળથી છે જ. દાસ્તાને તોફાન અને તબાહી આમતો ઉત્ત્પતી સમયથી જ શરૂ થઇ ગઇ હતી. પરંતુ શું તમે જાણો છો  કે આ તબાહી રૂપી તોફાનોનાં મનમોહક નામકરણની રોચક કહાની વિશે ?

cyclone fan શું તમે જાણો છો, તબાહી વહેરતા “તોફાનો”નાં મનમોહક “નામકરણ”ની રોચક કહાની?

હાલ ઓડિશામાં ભયંકર તોફાન “ફાની”નો કહેર વરસી રહ્યો છે. આ ભયંકર વિનાશનું નામ “ફાની” કોણે રાખ્યું એ સવાલ ઉદ્દભવવો સ્વાભાવી છે. અને સ્વભાવતા આ તબાહીનાં નામકરણની રસપ્રદ અને રોચક દાસ્તાન જાણવાની પણ લાલચ થાય. આ ખુબ સુરત બલાનું નામકરણ “ફાની” રાખનાર દેશ છે અપણો પડોશી દેશ ‘બાંગ્લાદેશ”. જી હા પરંપરા પ્રમાણે આ વખતે પણ આ ચક્રવાતનું નામ પુલમાંથી લેવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર હિંદ મહાસાગરનાં સમુદ્ર્ કિનારાનાં આઠ દેશો દ્વારા સૂચવવામાં આવેલા 64 નામોમાંથી બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવેલ નામ “ફાની” રાખવામાં આવ્યું.

આ પૂર્વે ઓડિશામાં આવેલ ભયંકર તોફાન “તિતલી”નો કહેર વરસ્યો હતો. તો ભયંકર અને ખુબસુરત બલાનું નામકરણ “તિતલી” કરવાવળો પણ આપણો પડોશી દેશ પાકિસ્તાન જ હતો. પાકિસ્તાન દ્રારા જ તે દરિયાઇ ચક્રાવાતનું નામકરણ “તિતલી” કરવામાં આવ્યું હતું.

fani cyclone 1 શું તમે જાણો છો, તબાહી વહેરતા “તોફાનો”નાં મનમોહક “નામકરણ”ની રોચક કહાની?

કહેર મચાવતાં ચક્રવાતના નામકરણની કથા પણ આટલી જ રોચક અને રસપ્રદ છે. સાથે તેની પ્રક્રિયા પણ કોઇ ચક્રાવાતી પવનો જવી જ છે. ચક્રવાતોને સૌથી પહેલું નામ 20મી સદીમાં અપાવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે સૌપ્રથમ તોફાનને નામ આપ્યું હતું. ત્યારનાં સમયમાં નાપસંદ નેતાઓના નામ પરથી ચક્રવાતના નામ રખાતા હતા. બાદમાં ચક્રવાતના નામકરણની જવાબાદારી અમેરિકાને મળી. અમેરિકા દર વર્ષે ચક્રવાતોના 21 નામો તૈયાર  કરે છે. 1953 થી હેરિકેનનાં નામકરણની પરંપરા શરૂ થઇ. અમેરીકાનાં મિયામી હેરિકેન સેન્ટરે ચક્રવાતના નામકરણની શરૂઆત કરી હતી.

મહદઅંશે શરૂઆતી સમયમાં ચક્રવાતોના નામ મહિલાઓના નામ પરથી રખાતા હતા. વર્ષ 1960માં દુનિયાના તમામ હવામાન વિભાગોએ માત્ર મહિલાઓના નામ રાખ્યા હતા. તેને લઇને વિવાદ  પણ થયો. આ બાબતે નેશનલ ઓર્ગનાઇઝેશન ફોર વુમેન સહીત અનેક મહિલા સંગઠનોએ વિરોધ નોંધાવતા મહિલા સંગઠનોએ મૌસમ વિભાગને પુછ્યુ કે, શું મહિલાઓ તેમના જીવન અને સમાજમાં તુફાનની જેમ તબાહી લાવે છે? મહિલાઓનાં અવાજમાં હજારો લોકો સાથે જોડાયા અને વર્ષ 1979થી આ પ્રથામાં પુરુષોના નામથી તુફાનને નામ આપવાની શરૂઆત કરવામાં આવી. જો કે હજુ આજે પણ મહિલા તુફાનોના નામ વધારે સામે આવે છે.  બાદમાં દસકા પછી તોફાનોનાં નામકરણની પ્રક્રીયામાં બદલાવ કરવામાં આવ્યો અને તોફાનો સંદર્ભે વિશ્વ હવામાન વિભાગ દ્રારા દુનિયાને 9 ભાગમાં વહેંચવામાં આવી છે. તોફાન ક્યાંથી ક્યાં જઇ રહ્યુ છે તેના આધારે નામ નક્કી કરવામાં આવે છે.

vardha cyclone શું તમે જાણો છો, તબાહી વહેરતા “તોફાનો”નાં મનમોહક “નામકરણ”ની રોચક કહાની?

વર્ષ 2000થી હિંદ મહાસાગરમાં આવતા ચક્રવાતના નામકરણની પરંપરા શરૂ થઇ હતી. વિશ્વ હવામાન વિભાગ દ્રારા નામકરણ માટે ભારતીય હવામાન વિભાગની પસંદગી કરવામાં આવી. ઓમાનથી લઇને થાઇલેન્ડ સુધીના આઠ દેશોને ભારતીય હવામાન વિભાગ દ્રારા તોફાનનું નામ મોકલવાનું કહવામાં આવ્યું હતું. 2004 સુધીમાં બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન પાકિસ્તાન, શ્રીલંકા, થાઇલેન્ડે આમ તમામ આઠ દેશોએ નામ મોકલી દીધા હતા. આઠ દેશોએ આપેલા નામોને ક્રમ અનુસાર મુકવામાં આવ્યા અને કુલ આવેલા 64 નામમાંથી “ફાની” 55મું નામ હતુ  જે બાંગ્લાદેશ દ્રારા સુચવવામાં આવ્યું હતું. આ પ્રકારે બાંગ્લાદેશે આ તબાહીને નામ આપેલું છે. તો તે પણ જાણવુ રસપ્રદ છે કે એકવાર ઉપયોગમાં લેવામાં આવેલ નામ 10 વર્ષમાં ફરી ઉપયોગમાં નથી લેવામાં આવતું. આશ્ચર્યની વાત એ છે કે વધારે તબાહી મચાવતા ચક્રવાતોને પણ રિટાયર કરી દેવાય છે.

ડિસેમ્બર 2016માં ‘વરદા’ નામક ચક્રવાત ચેન્નઇ પર ત્રાટક્યું હતુ તોનું પાકિસ્તાને આપેલા નામ ‘વરદા‘નો મતલબ લાલ ગુલાબ તેવો થાય છે. તો 2017માં આવેલા તોફાન ‘મારુથા‘નું નામ શ્રીલંકાએ આપેલું હતું.  ‘મોરા‘ ચક્રવાતનું નામકરણ થાઇલેન્ડે કર્યુ હતુ અને ભારે તબાહી મચાવનાર ‘ઓખી‘નું નામકરણ બાગ્લાદેશે કર્યુ હતુ.