Not Set/ આખરે પેપ્સીકો કંપની બનાસકાંઠા-અરવલ્લીના ખેડૂતો સામેનો કેસ પાછો ખેંચશે

પેપ્સીકો કંપનીએ આખરે બનાસકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સામે કરેલા કેસને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. પેપ્સીકો ઇન્ડિયાના પ્રવક્તાએ આ અંગે ગુરુવારે માહિતી આપી હતી. જણાવી દઇએ કે પેપ્સીકો કંપનીએ બટાકાના બીજ મામલે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટના ભંગ બદલ બનાસકાંઠા અને અરવલ્લીના 4 ખેડૂતો સામે કેસ કર્યો હતો. આ અંગે પેપ્સિકો ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકારે […]

Top Stories Ahmedabad Gujarat
Pepsico compromise આખરે પેપ્સીકો કંપની બનાસકાંઠા-અરવલ્લીના ખેડૂતો સામેનો કેસ પાછો ખેંચશે

પેપ્સીકો કંપનીએ આખરે બનાસકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સામે કરેલા કેસને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. પેપ્સીકો ઇન્ડિયાના પ્રવક્તાએ આ અંગે ગુરુવારે માહિતી આપી હતી. જણાવી દઇએ કે પેપ્સીકો કંપનીએ બટાકાના બીજ મામલે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટના ભંગ બદલ બનાસકાંઠા અને અરવલ્લીના 4 ખેડૂતો સામે કેસ કર્યો હતો.

આ અંગે પેપ્સિકો ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકારે સાથે વાતચીત બાદ કંપનીએ 4 ખેડૂતો સામે કરેલા કેસને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે પેપ્સીકો ઇન્ડિયાએ બનાસકાંઠાના ખેડૂતો સામે ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટના ભંગનો આરોપ મુકીને 1-1 કરોડનો દાવો માંડ્યો હતો. પેપ્સિકોએ હવે જ્યારે કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે ખેડૂતોએ 1 કરોડ રૂપિયાના દાવાને લઇને કોર્ટમાં કોઇ કાર્યવાહી કરવાની જરૂર નહીં રહે.