Not Set/ અમેરિકામાં 24 કલાકની અંદર બીજીવાર થયું અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 29 લોકોના મોત

અમેરિકામાં 24 કલાકની અંદર બીજીવાર ગોળીબારના ભીષણ બનાવોમાં કુલ 29 લોકોના મોત થયા છે. ગોળીબારની પહેલી ઘટના ટેક્સાસ રાજ્યમાં શનિવારે સવારે 10 વાગ્યે બની હતી. અલ પેસો શહેરમાં એક વોલમાર્ટ સ્ટોરમાં એક શખ્સે બેફામ ગોળીબાર કરતાં 20 લોકોના મોત થયા હતા હવે બીજો બનાવ ઓહાયો રાજ્યમાં ડેટન સિટીમાં નેડ પેપર્સ બારની બહાર બન્યો હતો. એમાં […]

Top Stories World
arja 12 અમેરિકામાં 24 કલાકની અંદર બીજીવાર થયું અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 29 લોકોના મોત

અમેરિકામાં 24 કલાકની અંદર બીજીવાર ગોળીબારના ભીષણ બનાવોમાં કુલ 29 લોકોના મોત થયા છે. ગોળીબારની પહેલી ઘટના ટેક્સાસ રાજ્યમાં શનિવારે સવારે 10 વાગ્યે બની હતી. અલ પેસો શહેરમાં એક વોલમાર્ટ સ્ટોરમાં એક શખ્સે બેફામ ગોળીબાર કરતાં 20 લોકોના મોત થયા હતા

હવે બીજો બનાવ ઓહાયો રાજ્યમાં ડેટન સિટીમાં નેડ પેપર્સ બારની બહાર બન્યો હતો. એમાં એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરીને 9 જણને મારી નાખ્યા હતા. બાદમાં પોલીસે હુમલાખોરને ઠાર કર્યો હતો. પોલીસે આ વાતની પુષ્ટિ કરી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. ટેક્સાસના અલ પાસોમાં થયેલા ફાયરિંગના થોડા કલાકો બાદ આ ઘટના બની હતી. ટેક્સાસમાં બનેલી ઘટનામાં વીસ લોકોનાં મોત નીપજ્યાં. ડેટન પોલીસ વિભાગે ટ્વિટર પર કહ્યું, “અમે ફાયરિંગનો તાત્કાલિક જવાબ આપ્યો અને તેને સમાપ્ત કર્યો. નજીકમાં અમારા ઘણા અધિકારીઓ હતા.” અધિકારીઓએ સાક્ષીઓને પણ અપીલ કરી છે.

टेक्सास में गोलीबारी

ડેટન શહેરના ઓરેગોન વિસ્તારમાં આવેલા નેડ પેપર્સ બારની બહાર ગોળીબારની ઘટના બની ત્યારે પોલીસો નજીકમાં જ હતા એટલે એમણે હુમલાખોરને પડકાર્યો હતો અને એને ત્યાં ઢાળી દીધો હતો.

સીસીટીવી ઈમેજીસ પરથી માલૂમ પડ્યું હતું કે ડાર્ક ટી-શર્ટ અને ઈયર પ્રોટેક્ટર્સમાં સજ્જ થયેલો માણસ હાથમાં એસોલ્ટ રાઈફલ સાથે અંદર ઘૂસ્યો હતો. એ વખતે સ્ટોરમાં ઘણી ભીડ હતી.હુમલામાં બીજા અનેક લોકો ઘાયલ પણ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.