CWG 2022/ કોમનવેલ્થ ગેમ્સમાં વધુ એક બ્રોન્ઝ મેડલ, સૌરવ ઘોષાલે સ્ક્વોશમાં રચ્યો ઈતિહાસ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને વધુ એક મેડલ મળ્યુ છે ભારતના સૌરવ ઘોષાલે સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે આ પ્રથમ વખત છે જ્યારે ભારતે સ્ક્વોશની સિંગલ ઈવેન્ટમાં મેડલ જીત્યો હોય

Top Stories Sports
8 6 કોમનવેલ્થ ગેમ્સમાં વધુ એક બ્રોન્ઝ મેડલ, સૌરવ ઘોષાલે સ્ક્વોશમાં રચ્યો ઈતિહાસ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને વધુ એક મેડલ મળ્યુ છે. ભારતના સૌરવ ઘોષાલે સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતે સ્ક્વોશની સિંગલ ઈવેન્ટમાં મેડલ જીત્યો હોય.

બ્રોન્ઝ મેડલની આ મેચમાં સૌરવ ઘોસાલનો મુકાબલો ઈંગ્લેન્ડના જેમ્સ વિલ્સ્ટ્રોપ સામે હતો. શરૂઆતથી જ સૌરવની અહીં મજબૂત પકડ હતી અને તેણે ત્રણ સેટમાં જીત મેળવી હતી.

સેટ-બાય-સેટ સ્કોર વિશે વાત કરીએ તો, સૌરવે તેના પ્રતિસ્પર્ધીને 11-6, 11-1 અને 11-4થી હરાવ્યો અને ઈંગ્લેન્ડના ખેલાડીને 3-0થી હરાવી દીધો. સૌરવના નામે ઈતિહાસ લખાઈ ગયો છે, કારણ કે આ પહેલા ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં કોઈ પણ સ્ક્વોશ સિંગલ ઈવેન્ટમાં મેડલ મળ્યો ન હતો.

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના મેડલ વિજેતાઓ (3 ઓગસ્ટ 2022 સુધી)

1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટ લિફ્ટિંગ 55 કિગ્રા)
2. ગુરુરાજા- બ્રોન્ઝ મેડલ (વેઇટલિફ્ટિંગ 61 કિગ્રા)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટ લિફ્ટિંગ 49 કિગ્રા)
4. બિંદિયારાની દેવી – સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિગ્રા)
5. જેરેમી લાલરિનુંગા – ગોલ્ડ મેડલ (67 કિગ્રા વેઈટલિફ્ટિંગ)
6. અચિંત શિયુલી – ગોલ્ડ મેડલ (73 કિગ્રા વેઈટલિફ્ટિંગ)
7. સુશીલા દેવી – સિલ્વર મેડલ (જુડો 48 કેજી)
8. વિજય કુમાર યાદવ – બ્રોન્ઝ મેડલ (જુડો 60 કેજી)
9. હરજિન્દર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટ લિફ્ટિંગ 71 કેજી)
10. મહિલા ટીમ- ગોલ્ડ મેડલ (લૉન બોલ્સ)
11. મેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
12. વિકાસ ઠાકુર – સિલ્વર મેડલ (વેઈટ લિફ્ટિંગ 96 કિગ્રા)
13. મિશ્ર બેડમિન્ટન ટીમ – સિલ્વર મેડલ
14. લવપ્રીત સિંઘ – બ્રોન્ઝ મેડલ (વેઈટ લિફ્ટિંગ 109 કેજી)
15. સૌરવ ઘોષાલ – બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)