સરકારી જથ્થાની કોણ કરશે દવા?/ GMSCLના ગોડાઉનમાં કૌંભાડની આશંકા, ગેરકાયદ સ્ટિકર લગાવી સગેવગે

આ કૌભાંડમાં મોટા માથાઓનો પણ સમાવેશ હોય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી છે. આ મામલે તપાસ કરવા ગાંધીનગરથી એક ટીમને રોજકોટ મોકલવામાં આવી છે.

Top Stories Gujarat Rajkot
Untitled 91 GMSCLના ગોડાઉનમાં કૌંભાડની આશંકા, ગેરકાયદ સ્ટિકર લગાવી સગેવગે

સૌરાષ્ટ્ર ઝોનમાં આવેલી ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના વેરહાઉસમાં ખાનગી કંપનીની દવાઓ પર લગાવેલા સ્ટીકર પર એજન્સીને દંડથી બચાવવા માટે લાંચ લેવામાં આવી હતી, જ્યારે સ્ટોક પૂરો થતાં એક જ સ્ટીકરનું વારંવાર વેચાણનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. હાલ આ મોટું કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે. GMSCL ને ગુજરાત રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને તબીબી સાધનોની પ્રાપ્તિ અને પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ કૌભાંડમાં મોટા માથાઓનો પણ સમાવેશ હોય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી છે. આ મામલે તપાસ કરવા ગાંધીનગરથી એક ટીમને રોજકોટ મોકલવામાં આવી છે.

ગાંધીનગરથી આવેલા અધિકારીએ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, અમારી ટીમ ગાંધીનગરથી આવી છે. અહીં તપાસ ચાલી રહી છે. આ અંગે તપાસ પૂર્ણ કરી જે અહેવાલ આવશે તે અમે વડી કચેરીને સૂપર્ત કરીશું જે બાદ તમને પણ જણાવવામા આવશે. અમે ગઇકાલથી આ સિસ્ટમ ફ્રિઝ કરી દીધી છે એટલે કોઇ દવા આવશે નહીં કે બહાર જશે નહીં.

આ કૌભાંડમાં જેની પર આક્ષેપ કરવામાં આવ્યો છે તે પ્રતિક રાણપરાએ આ અંગેનું નિવેદન પણ આપ્યુ છે. જે અંગે તેણે જણાવ્યુ છે કે, તેના પર લાગેલા આક્ષેપો સદંતર ખોટા છે. તે છ વર્ષથી વેરહાઉસમાં કામ કરી રહ્યો છે. 20 જેટલા લોકોનો સ્ટાફ આ વેરહાઉસમાં કામ કરી રહ્યો છે. ખોટો આરોપ છે કદાચ અમને ફસાવવાનો ટ્રાય કરી રહ્યા છે. અહીં કોઇપણ જાતનું કૌભાંડ થતુ નથી કે પહેલા પણ અહીં કોઇ કૌભાંડ થતો ન હતો. આ અંગેનો રિપોર્ટ અમે અધિકારીઓને આપી દીધો છે. તે લોકો જ તમને આગળનો જવાબ આપશે.

આ અંગે એક વ્યક્તિએ જણાવ્યુ કે, આ કામના અમને 500થી 250 રૂપિયા આપતા હતા. અમારે આ કામ રોજ ન થતુ. આ પહેલા બે વાર આ કામ કર્યુ છે. બેથી ચાર બોક્સ પર સ્ટિકર લગાવતા હતા. અમે એમઆરપી પર સ્ટિકર લગાવતા હતા.

આપને જણાવી દઈએ કે, પ્રતિક રાણપરા પાસે GMSCLના મેનેજરનો ચાર્જ છે. કોઇપણ જથ્થો આવે એટલે એ શરત મુજબ છે કે નહિ તે જોવાની જવાબદારી પ્રતિક રાણપરા હોય છે. સરકારી દવાની કિંમત પર GMSCLના સ્ટિકર સરળતાથી ઉખેડી શકાતા હતા. તે ઉખેડતા એકમાં કિંમત 520 રૂપિયા જ્યારે બીજામાં 2763 રૂપિયા હતા. ઊંચી કિંમત જોઈ કૌભાંડીઓની દાનત બગડી.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ