સુરત/ RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ

વાહન માલિકના ઘરે કોઈ વ્યક્તિ ન હોય તો RC બુક વાહન માલિકના એડ્રેસથી રિટર્ન થઈને જે તે શહેરની RTO કચેરી પર પહોંચી જતી હોય છે.

Gujarat Surat
Untitled 38 3 RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ

@અમિત રૂપાપરા 

લોકો કોઈ નવું વાહન ખરીદે અથવા તો જુના વાહનમાં માલિક પોતાનું નામ ટ્રાન્સફર કરાવે કે, પછી વાહન પર લીધેલી લોન કેન્સલ કરાવ્યું હોય તો આ તમામ કામગીરી બાદ વાહનની RC બુક ગાંધીનગરથી પોસ્ટ મારફતે વાહન માલિકના એક ઘરના એડ્રેસ પર જતી હોય છે પરંતુ ઘણી વખત વાહન માલિકે પોતાનું ઘર બદલ્યું હોવાના કારણોસર અથવા તો જ્યારે પોસ્ટમેન વાહન માલિકના ઘરે RC બુક આપવા માટે ગયા હોય તે સમયે વાહન માલિક અથવા તો વાહન માલિકના ઘરે કોઈ વ્યક્તિ ન હોય તો RC બુક વાહન માલિકના એડ્રેસથી રિટર્ન થઈને જે તે શહેરની RTO કચેરી પર પહોંચી જતી હોય છે. RTOમાં રિટર્ન થયેલી RC બુક વાહન માલિક પોતાનો કોઈ પણ આઈડી પ્રુફ દેખાડીને મેળવી શકે છે.

ત્યારે ઘણી વખત વાહન માલિક પોતાની RC બુક RTO પર લેવા જતા પણ આળસ અનુભવતા હોય છે. તેના જ કારણે સુરત RTOમાં RC બુકના થપ્પા લાગ્યા છે. મહત્વની વાત કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા ડીજી લોકર નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તે ડીજી લોકરમાં વાહન માલિક પુરાવા અપલોડ કરી શકે છે અને જ્યારે પોલીસ કે RTO અધિકારી વાહન માલિકના વાહનના પુરાવાઓ માંગે તે સમયે વાહન માલિક ડીજી લોકરમાં રાખેલા પુરાવા બતાવે તો પણ તે માન્ય ગણાય છે . આના જ કારણે ઘણા લોકો પોતાની RC બુક સહિતના પુરાવાઓ RTO પર લેવા ધક્કો ખાવાનું ટાળે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરત RTO તરફથી વાહન માલિકોને પોતાની RC બુક મળી જાય એટલા માટે રવિવારે પણ RC બુકનું વિતરણ કરવામાં આવતું હતું પરંતુ વાહન માલિકો જ RC બુક લેવા માટે ખૂબ જ નિરસતા દાખવતા હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરત RTO 2012થી 2023 સુધીમાં 10,637 જેટલી RC બુક રિટર્ન આવી છે અને આ વાહન માલિકો પોતાની RC બુક લેવા માટે  RTO કચેરી પર જઈ રહ્યા નથી અને તેના જ કારણે RTO કચેરીમાં RC બુકના થપ્પા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:પટનામાં ઈન્ડિગો પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકઓફ પછી તરત જ એન્જિન ફેલ

આ પણ વાંચો:ગોવાની ખાનગી મુલાકાતે ગયા રાહુલ ગાંધી, ત્યાંથી લાવ્યા આ ખાસ ‘ગીફ્ટ’

આ પણ વાંચો:પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે ભારતમાં ટીમની સુરક્ષાની લેખિત ગેરંટી માંગી

આ પણ વાંચો: જ્ઞાનવાપીના સર્વે સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો