Ahmedabad News: અમદાવાદમાં ગ્યાસપુરની કરોડો રૂપિયાની જમીનના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને જમીનના અસલી માલિક સાથે સમાધાનના નામે 12 કરોડ રૃપિયાની ખંડણી માંગીને છેતરપિંડી આચરતા ભૂમાફિયા મોહંમદ ઇસ્માઇલ શેખ અને તરંગ દવે નામના નોટરી સામે અમદાવાદ ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી છે. તેમની વિરૂદ્ધ 23થી વધુ ગુના નોંધાયા છે.
ગેરકાયદેસર જમીન પચાવી પાડવા માટે બનાવટી દસ્તાવેજ બનાવીને રજીસ્ટ્રાર ઓફિસમાં નોંધણી પણ કરાવતા હતા. શાહપુરમાં રહેતા શિક્ષક અબ્દુલ સલામ મન્સુરીએ વર્ષ 2010માં સસરા પાસેથી ગ્યાસપુરમાં આવેલી જમીન ખરીદી હતી, બાદમાં જમીનના ભાગલા કરાયા હતા. જમીનનો અડધો ભાગ બે વ્યક્તિઓને વેચી આપ્યો હતો. બાંધકામ કરવા AMCમાંથી રજાચિઠ્ઠી મેળવીને કામ શરૂ કર્યું હતું.
પરંતુ વેચાણ દસ્તાવેજને લઈ જમીનની નોટિસ મળી હતી, કે આ દસ્તાવેજ જુલાઈ 2018માં થયો છે. જમીન ખરીદનાર ગ્યાસપુરનો મોહંમદ ઈસ્માઈલ શેખ હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં મોહમ્મદ ઈસ્માઈલે મન્સુરીના નામની ખોટી સહી કરી જમીન દસ્તાવેજો તૈયાર કરી રૂપિયા 12 લાકની ખોટી ચુકવણી કરી હોવાની એન્ટ્રી કરી હતી.
બાદમાં મન્સુરીએ અરજી કરતા ઈસ્માઈલે તેની સામે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરી હતી. સમાધાન કરવા ઈસ્માઈલે રૂપિયા 12 કરોડની ખંડણી માંગી હતી. બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તપાસમાં ઘટસ્ફોટ થયો છે ઈસ્માઈલ અને તરંગ દવે સામે અમદાવાદ શહેરમાં વિવિધ પોલીસ મથકોમાં 23થી વધુ ગુના નોંધાયા છે.
આ પણ વાંચો:તમામ જીલ્લાઓમાં 1 ફેમિલી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત દોડશે