Not Set/ અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિનો કોરોનાએ લીધો ભોગ, પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં કહેર મચાવ્યો છે, જેમાં વિશ્વની ટોચની મહાસત્તા પણ અમેરિકા પણ બાકાત રહ્યું નથી. માત્ર અમેરિકામાં જ કોરોનાના 21  લાખ 16  હજાર કેસ નોંધાયા છે, જયારે મૃત્યુઆંક 1.16 લાખને પાર પહોંચ્યો છે, પરંતુ અમેરિકામાં જીવ ગુમાવનારા લોકોમાં અનેક ભારતીય લોકો સહિત ગુજરાતીઓ  પણ શામેલ છે.  આ કપરી સ્થિતિમાં હવે અમેરિકામાં વધુ એક […]

Gujarat Others

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં કહેર મચાવ્યો છે, જેમાં વિશ્વની ટોચની મહાસત્તા પણ અમેરિકા પણ બાકાત રહ્યું નથી. માત્ર અમેરિકામાં જ કોરોનાના 21  લાખ 16  હજાર કેસ નોંધાયા છે, જયારે મૃત્યુઆંક 1.16 લાખને પાર પહોંચ્યો છે, પરંતુ અમેરિકામાં જીવ ગુમાવનારા લોકોમાં અનેક ભારતીય લોકો સહિત ગુજરાતીઓ  પણ શામેલ છે. 

આ કપરી સ્થિતિમાં હવે અમેરિકામાં વધુ એક ગુજરાતીનું મોત થયું છે, જેમાં આણંદના વાસણા ગામના યુવકનું અમેરિકામાં કોરોનાથી મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે, આણંદના વાસણા ગામના હેમેન્દ્રભાઈ પટેલ નું અમેરિકામાં કોરોનાથી મોત થયું છે. 

હેમેન્દ્રભાઈ પટેલ વર્ષોથી અમેરિકા સ્થાયી થયા હતા અને આ મહામારીમાં કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. બીજી તરફ અમેરિકામાં યુવકના મોતના સમાચાર મળતા જ આણંદમાં રહેતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….