આજના ઘોર કલિયુગમાં માનવીની વાત તો દૂર રહી પણ ભગવાનના મંદિરો જ સલામત નથી. લોકો લૂંટે ત્યાં સુધી સમજ્યા પણ ભગવાન પણ ચોર લૂંટારાનો ભોગ બની રહ્યા છે. એ પણ એક નહીં બે નહીં પણ પૂરા પાંચ મંદિરોના ભગવાનનાં દરદાગીના એક જ રાત્રીમાં લૂંટયાં છે.
વાત કરીયે બનાસકાંઠા જિલ્લાના થરાદની તો અંહી એક જ રાતમાં પાંચ મંદિરોના તાળાં તૂટ્યા છે. એક જ રાત્રિમાં પાંચ મંદિરોના તાળાં તૂટતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ તસ્કરો દ્વારા મંદિરમાં ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બુકાનીધારી રી તસ્કરો દ્વારા તમામ મંદિરોમાં ભગવાનનાં સોના ચાંદીના દરદાગીના અને રોકડ રકમ મળીને લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી છે.
મંદિરના સંચાલકોને આ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોચી ગયા હતા. તો આસપાસના લોકો પણ કુતૂહલવસ ત્યાં ભેગા થયા હતા. સંચાલકો દ્વારા પોલીસ ને આ ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
