Botad News : બોટાદ માં રાણપુર તાલુકાના નાની વાવડી ગામમાં અજીતસિંહ બારડના ખેતરમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ સેલ(SMC)ની ટીમને મળી હતી. જેને આધારે પોલીસે આ ખેતરમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરવામાં આવી છે.
ગાંજાના 93 છોડ મળી આવ્યા
જેમાં બોટાદ પોલીસે તપાસ કરતા ગાંજાના 93 છોડ મળી આવ્યા હતા. આમ પોલીસે 198,190 કિ.ગ્રામનો રૂ.99,50,000નો ગાંજો કબજે કર્યો હતો. પોલીસે એક વાહન અને રૂ.6.000 રોકડા પણ કબજે કર્યા હતા.
આ કેસમાં પોલીસે બોટાદના અજીતસિંહ જે.બારડની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.
