Kutch News:કચ્છ (Kutch) જિલ્લાના મુખ્ય મથક ભુજમાં (Bhuj) આજે સવારે ગેસ લીકેજની ગંભીર ઘટનાએ આખા વિસ્તારમાં અફરાતફરી સર્જી દીધી હતી. ભુજ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડ્રેનેજ લાઈનની ખોદકામ કામગીરી દરમિયાન ગુજરાત ગેસ કંપનીની (Gujarat Gas Company) મુખ્ય અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇન (Gas pipeline) ને નુકસાન થતાં ગેસનું લીકેજ (Gas leakage) થયું હતું.
ગેસ પાઇપલાઇન (Gas pipeline) માં ગેસ લીકેજ થયું
સૂત્રો અનુસાર, આ ઘટના ભુજના વ્યસ્ત ભીડનાકા વિસ્તારમાં બની, જ્યાં રોજ હજારો લોકોની અવરજવર રહે છે.ઘટનાની વિગતો અનુસાર, નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઈનના રિપેરિંગ અથવા નવી લાઈન નાખવાના કામ માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
ભુજમાં JCB ખોદકામથી ગેસ પાઈપલાઈનને (Gas pipeline) નુકસાન

રાહદારીમાં ભારે ગભરાટ
ખોદકામ દરમિયાન JCBનો પંજો જમીન નીચે દબાયેલી ગુજરાત ગેસની હાઈ-પ્રેશર ગેસ પાઈપલાઈન (Gas pipeline) સાથે અથડાતાં તે તૂટી ગઈ હતી.તુરંત જ ગેસની તીવ્ર ગંધ હવામાં ફેલાઈ, જેના કારણે આસપાસના રહેવાસીઓ, દુકાનદારો અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો. લોકો ભાગદોડ મચાવીને સુરક્ષિત સ્થળે જવા લાગ્યા.
દુકાનો અને વ્યવસાયોને બંધ કરાયા
ગેસ લીકેજની ગંભીરતાને જોતાં સ્થાનિક તંત્ર અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો, આસપાસની તમામ દુકાનો અને વ્યવસાયોને બંધ કરાવવામાં આવ્યા.
કોઈપણ પ્રકારના સ્પાર્ક કે અગ્નિના સ્ત્રોતથી મોટી આગ ન લાગે તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે, સ્થાનિકોની સતર્કતા અને તંત્રની ઝડપી કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના નડી નહીં.
અગાઉ પણ આવી ઘટના બની છે
આ ઘટનાએ ભુજ નગરપાલિકાની ગેસ પાઇપલાઇન (Gas pipeline) કામગીરીની પદ્ધતિ અને આયોજનના અભાવ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પૂરતા આયોજન વિના કરવામાં આવેલા આવા ખોદકામથી આખો વિસ્તાર જોખમમાં મુકાઈ જાય છે. આવી ઘટનાઓ અગાઉ પણ ગુજરાતના અન્ય શહેરોમાં બની છે, જેમાં કેટલીકમાં મોટું નુકસાન થયું છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં ગેસ પાઇપલાઇન કેસમાં કાર્યપાલક ઈજનેરનું સરન્ડર
આ પણ વાંચો:સોલા ભાગવત પાસે ગેસ લીકેજથી નાસભાગ, બાટલો ફેંકીને અજાણ્યો શખ્સ ફરાર, લોકોને આંખ-શ્વાસની તકલીફ
આ પણ વાંચો:હિંમતનગરના પેથાપુર ગામે મકાનમાં બ્લાસ્ટ, ગેસ લીકેજને લઈને ગળતર બાદ ઘટના બન્યાનું અનુમાન
