Uttar Prdeash News: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઉન્નાવ(Unnao)જિલ્લાના યુટ્યુબર(YouTuber) અનુરાગ દ્વિવેદી (Anurag Dwivedi)સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ચાલી રહેલી તપાસમાં EDએ અનુરાગની લેમ્બોર્ગિની(Lamborghini), BMW, મર્સિડીઝ અને થાર સહિતની લક્ઝરી કારો જપ્ત કરી છે. આ તમામ વાહનોની કુલ કિંમત અંદાજે 10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત, 25 વર્ષીય અનુરાગ દ્વિવેદી (Anurag Dwivedi)અને તેના પરિવારના તમામ બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. ખાતાઓમાં થયેલા મોટા વ્યવહારોની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
ક્રૂઝ પર ભવ્ય લગ્ન બાદ એજન્સીઓનું ધ્યાન ખેંચાયું
22 નવેમ્બરે અનુરાગ દ્વિવેદીએ (Anurag Dwivedi)દુબઈ (Dubai)માં એક લક્ઝરી ક્રૂઝ (Luxury cruise) પર લખનઉની તેની ગર્લફ્રેન્ડ સાથે ભવ્ય લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ઉન્નાવ (Unnao)ના નવાબગંજ(Nawabganj)વિસ્તારના લગભગ 100 સંબંધીઓની મુસાફરી અને રહેવા-ખાવાનો તમામ ખર્ચ અનુરાગે ઉઠાવ્યો હતો. દુબઈ (Dubai)થી પરત ફરેલા લોકો દ્વારા તેની ભવ્યતા અને ખર્ચની ચર્ચાઓ થવા લાગી, જે અંતે તપાસ એજન્સીઓ સુધી પહોંચી. આ જ પછી અનુરાગ EDના રડાર પર આવ્યો હોવાનું માનવામાં આવે છે.

18 ડિસેમ્બરે નવ સ્થળોએ EDના દરોડા, 12 કલાક તપાસ
એ 18 ડિસેમ્બરના રોજ ઉન્નાવ (Unnao) અને લખનઉમાં કુલ નવ સ્થળોએ દરોડા પાડ્યા હતા. લગભગ 16 અધિકારીઓ પાંચ વાહનોમાં વહેંચાઈને કાર્યવાહી માટે પહોંચ્યા હતા. ગામ ખજુર અને નવાબગંજ શહેરમાં આવેલા તેના કાકા નૃપેન્દ્રનાથ દ્વિવેદીના ઘરે પણ તપાસ કરવામાં આવી. સવારથી સાંજ સુધી લગભગ 12 કલાક સુધી દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ, મિલકતના કાગળો અને બેંક રેકોર્ડ્સની તપાસ કરવામાં આવી હતી. જોકે દરોડા દરમિયાન અનુરાગ પોતે હાજર નહોતો.
EDને શું શંકા છે?
પ્રારંભિક તપાસમાં ક્રિકેટ સટ્ટાબાજી (Cricket betting), હવાલા નેટવર્ક(hawala networks) અને ‘ટિપિંગ’ (‘tipping’) દ્વારા મોટી કમાણીના સંકેત મળ્યા છે. EDને શંકા છે કે આ કથિત કાળા નાણાંનો ઉપયોગ દુબઈ (Dubai) સહિત વિદેશોમાં રોકાણ કરવા માટે કરવામાં આવ્યો હતો. અનુરાગ યુટ્યુબ પર ડ્રીમ-11 (Dream-11)અને અન્ય ફેન્ટસી ગેમિંગ એપ્લિકેશ (Fantasy gaming app)નોના પ્રમોશનલ કોડ (Promotional codes) અને રેફરલ લિંક્સ (referral links) આપતો હતો. આ લિંક્સ (links) દ્વારા જોડાયેલા યુઝર્સ (Users) પાસેથી કંપનીઓ તરફથી તેને મોટું કમિશન મળતું હતું. આ સિવાય, તેના પર ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી એપ્લિકેશનો સાથે જોડાણ હોવાનો પણ આરોપ છે.
સાયકલથી લેમ્બોર્ગિની (Lamborghini) સુધી કઈ રીતે પહોંચ્યો
એક સમય હતો જ્યારે અનુરાગ સાયકલ ચલાવતો હતો. સાત વર્ષ પહેલા તે ઉન્નાવ (Unnao)થી દિલ્હી આવ્યો અને યુટ્યુબર(YouTuber) તરીકે કારકિર્દી શરૂ કરી. ધીમે ધીમે તેની લોકપ્રિયતા વધી અને આજે તેની યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાગ્રામ (Instagram) પર 7 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ(Subscribers)અને 2.4 મિલિયન ફોલોઅર્સ છે. 14 જુલાઈ, 2024ના રોજ તેણે લેમ્બોર્ગિની (Lamborghini) ખરીદી હતી, જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ તેની વૈભવી જીવનશૈલી સતત ચર્ચામાં રહી.
અનુરાગનો કટાક્ષભર્યો પ્રતિભાવ
આ કાર્યવાહી બાદ અનુરાગે ઇન્સ્ટાગ્રામ(Instagram) પર એજન્સીનું નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો. તેણે લખ્યું કે, “જે લોકો ટેક્સ ચૂકવે છે, તેઓ આજે એ જ તલવાર સામે ઊભા છે.” તેણે પોતાની સફર સંઘર્ષભરી હોવાનું પણ જણાવ્યું હતું.
અગાઉ પણ વિવાદોમાં રહ્યો અનુરા

ડિસેમ્બર 2024માં અનુરાગને લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi Gang) તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. એક કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. આ મામલે તેણે સોશિયલ મીડિયા (Social media) પર પોસ્ટ કરી હતી, પરંતુ બાદમાં ડિલીટ કરી દીધી હતી.
આ ઉપરાંત, નવેમ્બરમાં દુબઈ (Dubai) લગ્ન બાદ ચંદીગઢ યુનિવર્સિટી (Chandigarh University)ની બસ અટકાવવાના કેસમાં પણ અનુરાગના નામે નોંધાયેલી થાર સાથે સંકળાયેલા લોકો સામે FIR થઈ હતી.
આ પણ વાંચો:નેશનલ હેરાલ્ડ મામલે ગાંધી પરિવારને રાહત, કોર્ટએ EDની ચાર્જશીટ સ્વીકારવા ઇનકાર કર્યો
આ પણ વાંચો:નકલી’ બેંક ગેરંટી કેસમાં EDએ રિલાયન્સ પાવર, તેની પેટાકંપનીઓ સામે ચાર્જશીટ દાખલ કરી
આ પણ વાંચો:EDની મોટી કાર્યવાહી 15 સ્થળોએ પાડ્યા દરોડા , કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ પર સૌથી મોટું ફોકસ
