Global Oil Refinery Blasts Explainer: રાજસ્થાનની પચપદરા રિફાઇનરીમાં (Oil Refinery) વડાપ્રધાનના ઉદ્ઘાટનના માત્ર 20 કલાક પહેલા લાગેલી ભીષણ આગે અનેક સવાલો જન્માવ્યા છે. 13 વર્ષની મહેનત અને 3,000 કરોડનું યુનિટ ગણતરીની મિનિટોમાં રાખ થઈ ગયું. પરંતુ શું આ માત્ર એક અકસ્માત છે? છેલ્લા 60 દિવસમાં ભારત સહિત વિશ્વના 4 ખંડોમાં 14 થી વધુ રિફાઇનરીઓમાં લાગેલી આગ કોઈ મોટા ‘અદૃશ્ય યુદ્ધ’ તરફ ઈશારો કરી રહી છે.
પચપદરા રિફાઇનરી: પાકિસ્તાન સરહદથી માત્ર 150 કિમી દૂર
રાજસ્થાનના બાલોતરામાં આવેલી આ રિફાઇનરી (Oil Refinery) ભારતનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. 20 એપ્રિલ 2026ના રોજ બપોરે 1:55 વાગ્યે ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) માં લાગેલી આગની તપાસ હવે NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી) કરી રહી છે. સામાન્ય રીતે આગની તપાસ પોલીસ કરે, પણ NIAની એન્ટ્રી સૂચવે છે કે આને ‘વ્યૂહાત્મક સંપત્તિ પર હુમલો’ અથવા ‘આર્થિક આતંકવાદ’ ગણવામાં આવી રહ્યો છે.
60 દિવસમાં 14 ઘટનાઓ: એક ચોંકાવનારી પેટર્ન
દુનિયાભરમાં ઓઇલ સેક્ટરમાં સર્જાયેલી દુર્ઘટનાઓ એક જ પેટર્ન પર ચાલી રહી હોય તેમ લાગે છે:
અમેરિકા (ટેક્સાસ & કેલિફોર્નિયા): સૌથી મોટી રિફાઇનરીઓમાં ભયાનક વિસ્ફોટો.
ઓસ્ટ્રેલિયા (વીવા એનર્જી): 13 કલાક સુધી ભીષણ આગ અને ઉત્પાદનમાં 60-80% નો ઘટાડો.
ભારત (છત્તીસગઢ & રાજસ્થાન): પાવર પ્લાન્ટ અને રિફાઇનરીમાં વિસ્ફોટો.
પાકિસ્તાન (હરિપુર): ગેસ પાઇપલાઇનમાં મોટો બ્લાસ્ટ.
શું આ ‘સાયબર વૉર’ છે?
નિષ્ણાતો માને છે કે આધુનિક (Oil Refinery) યુદ્ધમાં હવે મિસાઈલની જરૂર નથી. SFG જેવા નવા મેલવેર ખાસ કરીને એનર્જી ગ્રીડને નિશાન બનાવવા માટે બનાવાયા છે.
કેવી રીતે થાય છે હુમલો? મેલવેર ઓપરેટરની સ્ક્રીન પર બધું ‘નોર્મલ’ બતાવે છે, જ્યારે અંદરખાને મશીનરી ઓવરલોડ થઈને ફાટવાની અણી પર હોય છે. 2009માં ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર થયેલો ‘સ્ટક્સનેટ’ હુમલો આનું જીવતું જાગતું ઉદાહરણ છે.
બીજો પક્ષ: સિસ્ટમ ઓવરલોડનું દબાણ
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ના મતે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ઉપલબ્ધ રિફાઇનરીઓ (Oil Refinery) પર કામનું ભારણ 100% થી વધી ગયું છે. આ અતિશય દબાણને કારણે જૂની મશીનરીઓ ફેઈલ થઈ રહી છે, જેને ‘સિસ્ટમ ઓવરલોડ’ કહેવામાં આવે છે.
આગળની તપાસમાં જ ખબર પડશે કે આ મધ્ય-પૂર્વના (Oil Refinery) યુદ્ધની આડઅસર છે કે ભારત વિરુદ્ધ કોઈ પડોશી દેશનું સુનિયોજિત કાવતરું.
આ પણ વાંચો : ઈરાને અમેરિકાને આપી ધમકી, ‘નાકાબંધી નહીં હટે તો હોર્મુઝ નહીં ખુલે’, શાંતિ મંત્રણા પર લટકતી તલવાર
આ પણ વાંચો : પૂર્વ અમેરિકી વિદેશ મંત્રીનો મોટો દાવો – નેતન્યાહૂએ ટ્રમ્પને યુદ્ધ માટે કેવી રીતે મનાવ્યા?
આ પણ વાંચો : ટ્રમ્પે ભારત-ચીનને કહ્યા ‘નરક’, અમેરિકામાં ભારતીયોની નોકરી અને નાગરિકતા પર તોળાતું સંકટ
