Lifestyle/ એક જ કૂંડામાં ઉગાડો કોથમીર અને મરચાં…થોડા જ દિવસોમાં લહેરાશે પાંદડા…અજમાવો આ ટિપ્સ..!

દરરોજ રસોઇમાં વપરાતી બે શાકભાજી (Coriander-Chilly)ને એક જ કૂંડામાં ઉગાડવાથી જગ્યાની પણ બચત થશે અને તમારે જ્યારે પણ તાજી કોથમીર કે ફુદીનાની જરુર પડે ત્યારે…

Trending Tips & Tricks Food Lifestyle
Coriander-Chilly, સૂકા ધાણા, મરચાંના બીયાં, કૂંડા

Lifestyle: દરરોજ રસોઇમાં વપરાતી બે શાકભાજીને એક જ કૂંડામાં ઉગાડવાથી જગ્યાની પણ બચત થશે અને તમારે જ્યારે પણ તાજી કોથમીર કે મરચાં (Coriander-Chilly)ની જરુર પડે ત્યારે એને તાત્કાલિક તોડીને તમે વાપરી શકશો!

આજકાલ કિચન ગાર્ડનિંગનું ચલણ ઘણી ઝડપથી વધી રહ્યું છે. લોકો તાજી અને ઓર્ગેનિક શાકભાજી (Organic Vegetables)ને ઘરે જ ઉગાડવાનું પસંદ કરી રહ્યાં છે પરંતુ, અહિં જગ્યા ઓછી હોવાની સમસ્યા નડે છે! આ સંજોગોમાં, દરરોજ રસોઇમાં વપરાતી બે શાકભાજીને એક જ કૂંડામાં ઉગાડવાથી જગ્યાની પણ બચત થશે અને તમારે જ્યારે પણ તાજી કોથમીર કે મરચાંની જરુર પડે ત્યારે એને તાત્કાલિક તોડીને તમે વાપરી શકશો! યોગ્ય રીતે સંભાળ લેવાથી આ છોડ ઘણી ઝડપથી વધે છે અને થોડા જ દિવસોમાં હર્યા-ભર્યા બની જાય છે!

એક જ કૂંડામાં શી રીતે ઉગાડશો કોથમીર-મરચાં? (How to Grow Coriander-Chilly Together)

વ્યવસ્થિત કૂંડુ લઇને એમાં કોથમીર તથા મરચાંને એક સાથે ઉગાડવા માટે આ 3 ટિપ્સ (Tips) અપનાવવાથી તમને મદદ મળશે.

Coriander-Chilly, સૂકા ધાણા, મરચાંના બીયાં, કૂંડા

1. યોગ્ય કૂંડાની પસંદગી

સૌથી મહત્વનું છે કૂંડું (Pot) પસંદ કરવું…આ માટે ઓછામાં ઓછા 10 થી 12 ઈંચ ઊંડું અને પહોળાઇ ધરાવતા કૂંડાની પસંદગી કરવી યોગ્ય રહેશે. એમાં વધારાના પાણીના નિકાલ માટે નીચેની તરફ કાણું હોય એ આવશ્યક છે. ત્યારબાદ વારો આવે છે માટી તૈયાર કરવાનો….તો એ માટે 50 ટકા ગાર્ડન સોઇલ, 30 ટકા કમ્પોસ્ટ અથવા તો છાણીયું ખાતર તથા 20 ટકા રેતી કે કોકોપીટ (Garden soil, Compost ,Manure, Sand or Cocopeat) મિક્સ કરીને એક ઉત્તમ મિશ્રણ તૈયાર કરી લેવું. આ મિશ્રણ છોડવાને જરુરી પોષણ તો પ્રદાન કરશે જ અને એ ઉપરાંત, પાણીનું સંતુલન જાળવી રાખશે.

Coriander-Chilly, સૂકા ધાણા, મરચાંના બીયાં, કૂંડા

2. બીજ તૈયાર કરવા

હવે વારો છે યોગ્ય રીતે બીજ (Seeds)ની પસંદગી….આ માટે સૂકા ધાણાના બીજને હળવા મસળીને બે ભાગમાં વહેંચી દેવા. આમ કરવાથી એ ઝડપથી અંકુરિત થાય છે. જ્યારે મરચાના બીયાંને તમે સીધા જ વાપરી શકો છો. કૂંડામાં બીજને વાવતી વખતે એ ધ્યાન રાખવું કે ધાણાના બીજ એક તરફ છાંટવા અને મરચાના બીયાં બીજી તરફ…ત્યાર બાદ એના પર હળવેથી માટી વાળી દેવી.

Coriander-Chilly, સૂકા ધાણા, મરચાંના બીયાં, કૂંડા

3. પાણી આપવું

બીજ વવાઇ જાય પછી હળવા હાથે પાણી આપવું. એ બાબતનું અવશ્ય ધ્યાન રાખવું કે માટી હંમેશા ભેજવાળી રહે પણ એમાં વધારે પાણી (Water) જમા ન થાય! કૂંડાને કોઇ એવા સ્થાન પર રાખવું કે જ્યાં દરરોજ 4 થી 6 કલાકનો તાપ એને મળી શકે કારણ કે, આ બંને છોડના વિકાસ માટે તડકો (Sunlight) ઘણો જ જરુરી છે. લગભગ 15 દિવસ પછી તમે એમાં થોડું ઓર્ગેનિક ખાતર (Organic Fertilizer) પણ ભભરાવી શકો છો. છોડનો વિકાસ થાય ત્યાર બાદ, એના સૂકા અને ખરાબ પાનને સમયાંતરે દૂર કરતા રહેવાથી છોડ સ્વસ્થ રહે છે.

જો યોગ્ય રીતે સંભાળ લેવામાં આવે તો ધાણાના બીજ 7 થી 10 દિવસમાં અંકુરિત થઇ જાય છે જ્યારે મરચાના છોડને વિકાસ પામતા 10 થી 15 દિવસ લાગે છે. ધાણા ઝડપથી ઉગી જાય છે જ્યારે મરચાનો છોડ થોડો વધુ સમય લે છે પણ એ બંને જ્યારે ઉગી જશે ત્યારે તમારા કિચન ગાર્ડનને હર્યુ-ભર્યુ બનાવી દેશે!


આ પણ વાંચો: કૂંડામાં પીસ લીલીનો છોડ શી રીતે વાવશો? શિયાળામાં ઝડપભેર ફૂલશે-ફાલશે..અપનાવો આ ટિપ્સ..!

આ પણ વાંચો: એર પ્યુરિફાયર નથી લગાવવું તો ફટાફટ વાવો આ 3 છોડ…ઘરનું વાયુ પ્રદૂષણ દૂર કરવાની ટ્રિક..!

આ પણ વાંચો: કૂંડામાં શી રીતે ઉગાડશો ફ્રેન્ચ મેરીગોલ્ડ? બાલ્કની કે ટેરેસ પર આ રંગબેરંગી ફૂલોનો છોડ વાવવાની ટિપ્સ..!