Lifestyle: વાયુ પ્રદૂષણ બાળકો, વડીલો અને શ્વસનતંત્ર સંબંધી રોગોથી પીડિત લોકોના સ્વાસ્થ્ય (Health) માટે વિશેષ કરીને જોખમી હોય છે. આનાથી બચવાની ટ્રિક (Trick) છે, ઘરની અંદર રહેલી હવાને શુદ્ધ કરનારા કેટલાક છોડને ઘરમાં વાવવાનો!
પ્રદૂષણ….અને એમાંયે વાયુ પ્રદૂષણ (Air Pollution) ઘણું જ ખતરનાક છે કારણ કે, માણસ જીવે ત્યાં સુધી હર પળ એણે શ્વાસ તો લેવો જ પડતો હોય છે! પ્રદૂષિત હવાએ માત્ર બહારના વાતાવરણને ખરાબ કર્યુ છે એવું નથી પણ ઘરની અંદર પણ પગપેસારો કર્યો છે. હવે જ્યારે મહાનગરોમાં તો એર પોલ્યુશન અત્યંત જોખમી સ્તરે (Dangerous level) પહોંચી ગયું છે ત્યારે કેવી રીતે બચવું એ પ્રશ્ન ઊભો થાય છે! આ ગંભીર સમસ્યા માનવ સર્જિત છે અને કુદરતની સાયકલનું સંતુલન (Balance of Nature Cycle) પણ ખોરવાઇ ગયું છે. હાલ શિયાળો (Winter) છે અને તાપમાનમાં ઘટાડાની સાથોસાથ ધુમાડાને કારણે કૃત્રિમ ધુમ્મસ (Artificial Fog) સર્જાય છે જે આ પ્રદૂષણના કારણે છે! CPCB (Central Pollution Control Board)ના આંકડા મુજબ, રાજધાની દિલ્હી (Delhi)ના ઘણા વિસ્તારોમાં તો એ અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયું છે. અન્ય મહાનગરોમાં પણ આ સમસ્યા વધી રહી છે. એક તો ઓછું તાપમાન અને મંદ હવા…આ બંનેના કારણે પ્રદૂષણના કણો હવામાં તરતા રહે છે અને દૂર જઇ શકતા નથી!
આવા સંજોગોમાં, લોકો પ્રદૂષણથી રક્ષણ મેળવવા માટે ઘરમાં એર પ્યુરીફાયર (Air Purifier) લગાવડાવે છે. પણ તમે આટલા મોંઘા ડિવાઇઝને લગાવવા માંગતા ન હો અથવા તો એ તમારા બજેટની બહાર હોય તો તમારે ચિંતા કરવાની જરુર નથી. તમે કેટલાંક છોડ (Plant) ઘરની અંદર વાવી શકો છો જે હવાને શુદ્ધ કરવા ઉપરાંત એની ગુણવત્તા સુધારવામાં પણ સહાયક સિદ્ધ થાય છે.
વાયુ પ્રદૂષણ ઓછું કરવામાં સહાયક છોડ વાવવાની ટ્રિક
1. સ્નેક પ્લાન્ટ
આ પ્લાન્ટ (Snake Plant) ઘરમાં વ્યાપ્ત હવામાંથી ખરાબ રસાયણોને દૂર કરવામાં મદદ કરે છે. એને લગાવવાથી હવા શુદ્ધ થવા લાગે છે. તમને એ સરળતાપૂર્વક મળી પણ જશે અને સુશોભન તરીકે પણ ઘરમાં સુંદર કૂંડાઓમાં સજાવી શકો છો. વળી એને ઘણા પાણીની કે વિશેષ સંભાળની પણ જરુર પડતી નથી.

2. એરિકા પામ
આ પ્લાન્ટ (Erica Palm) પ્રમાણમાં મોટો હોય છે અને એના પાન હર્યાભર્યા હોવાથી એ ખૂબ જ સુંદર લાગે છે. એ પોતાની વાયુ શુદ્ધિકરણના ગુણો માટે પ્રસિદ્ધ છે. ઘરની અંદર કે આંગણા અથવા બાલ્કનીમાં તમે સજાવટ માટે પણ લગાવી શકો છો!

3. પીસ લીલી
નાસા (NASA) દ્વારા કરવામાં આવેલા રિસર્ચ અનુસાર, પીસ લીલી (Peace Lily)નો છોડ હવામાં હાજર ટૉક્સિન્સ (Toxins)ને દૂર કરવાનું કાર્ય કરે છે. એ ઘરની હવાને સ્વચ્છ કરવા ઉપરાંત, દેખાવમાં અત્યંત મોહક હોય છે અને ઘરમાં લગાવવાથી આંખોને ટાઢક પણ મળે છે! સફેદ સુંદર ફૂલો વાળા આ છોડને હવા શુદ્ધ કરવા માટેનો ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે.
આ પણ વાંચો: ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…
આ પણ વાંચો: સિગરેટ પીવાથી હોઠ કાળા થઇ ગયા છે? ફરીથી ગુલાબી બનાવો! આ રહી ટિપ્સ…
આ પણ વાંચો: શિયાળામાં રંગબેરંગી ફૂલોના છોડ વાવો…સજાવો તમારું ઘર અને ગાર્ડન…!
