Dharma & Bhakti/ 3 માર્ચે ચંદ્ર ગ્રહણ…શું હોળીની પૂજા પર અસર કરશે? જાણો સૂતક કાળમાં શું કરવું અને શું ન કરવું?

Chandra Grahan 2026 (ચંદ્રગ્રહણ) ભારતમાં સૂર્યાસ્તની આસપાસ હોળીના દિવસે મોટાભાગના હિસ્સાઓમાં દેખાશે. આ જ કારણે ભારતમાં એનો સૂતક કાળ માન્ય…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chandra Grahan 2026,ભારત, ગર્ભવતી, મંદિર, કુંભ રાશિ

Dharm & Bhakti: માર્ચ 2026 નું પ્રથમ અઠવાડિયું ધાર્મિક અને ખગોળીય દ્રષ્ટિકોણથી વિશેષ માનવામાં આવે છે. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ (Chandra Grahan 2026) ફાલ્ગુન પૂર્ણિમા અર્થાત્ હોળીના દિવસે સર્જાશે!

એક તરફ હોળીના તહેવાર (Holi Festival)નો ઉત્સાહ અને બીજી તરફ ચંદ્રગ્રહણ! આવા સમયે પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે, શું આ વખતે હોળી પર ગ્રહણનો ઓછાયો પડશે કે કેમ?

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, જ્યારે પણ કોઇ પર્વ કે તહેવારની આસપાસ ગ્રહણ સર્જાય છે ત્યારે એનું ધાર્મિક મહત્વ અને પ્રભાવ બંને વધી જાય છે. જ્યોતિષાચાર્યોના મતે, આ ગ્રહણ દરમિયાન માનસિક બેચેની, નિર્ણયોમાં મતિભ્રમ અને ભાવનાત્મક ઉતાર-ચડાવ પણ જોવા મળી શકે છે!

આ ઉપરાંત, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઇએ તો ચંદ્ર ગ્રહણ એક કુદરતી ખગોળીય ઘટના (Astronomical Phenomenon) છે જે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રમા એક રેખામાં આવવાથી પૃથ્વીની છાયા ચંદ્ર પર પડવાના કારણે સર્જાય છે.

આ વર્ષે ચંદ્રગ્રહણ 2026 (Chandra Grahan 2026) નો સમય અને સૂતક કાળ

ખગોળીય ગણના અનુસાર, 3 માર્ચ 2026 નું આ ચંદ્ર ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં સર્જાશે. ભારતમાં આ ગ્રહણ સૂર્યાસ્તની આસપાસ દેખાશે.

ગ્રહણ પ્રારંભ સમય- બપોરે 03:20 , 3 માર્ચ 2026

ગ્રહણ સમાપ્તિ સમય- સાંજે 06:46, 3 માર્ચ 2026

સૂતક કાળ

શાસ્ત્રો મુજબ, ચંદ્ર ગ્રહણનું સૂતક 9 કલાક અગાઉથી લાગુ પડે છે. આમ 3 માર્ચના રોજ સવારે લગભગ 06 20 વાગ્યાથી સૂતક કાળ માન્ય ગણાશે. ધાર્મિક માન્યતાનુસાર, આ દરમિયાન મંદિરોના દ્વાર બંધ રહે છે અને કોઇ પણ જાતના શુભ કાર્યો જેમ કે, પૂજા-પાઠ, લગ્ન, હવન અથવા તો નામકરણ વગેરે વર્જીત માનવામાં આવે છે એટલે કે આ કાર્યો સૂતક કાળ (Sutak Kal) દરમિયાન કરવામાં આવતા નથી. જો કે, આ નિયમ એ જ સ્થળોએ લાગુ પડે છે જ્યાં ગ્રહણ દેખાવાનું હોય!

શું ભારતમાં દેખાશે આ ચંદ્ર ગ્રહણ?

આ વખતે ચંદ્ર ગ્રહણ ભારત (India)ના મોટાભાગના હિસ્સાઓમાં દેખાશે. આ જ કારણે ભારતમાં એનો સૂતક કાળ માન્ય રહેશે. ખગોળવિદોના જણાવ્યાનુસાર, આ ગ્રહણ એશિયા, યૂરોપ, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરિકાના કેટલાક ભાગોમાં પણ જોઇ શકાશે. ભારતમાં સૂર્યાસ્ત સમયે દેખાવાના કારણે લોકો એને પોતાની નરી આંખે જોઇ શકશે. જો કે, ચંદ્ર ગ્રહણને જોવું આંખઓ માટે હાનિકારક માનવામાં આવતુ નથી આથી જ એને કોઇ પણ વિશેષ ઉપકરણ વિના પણ જોઇ શકાશે.

કઇ રાશિના લોકોએ સતર્ક રહેવું?

જ્યોતિષાચાર્યોના મતે, સિંહ રાશિ (Sinh Rashi)માં ગ્રહણ લાગવાને કારણે કેટલીક રાશિઓ પર એનો પ્રભાવ વધારે પડી શકે છે. વિશેષ રુપે આ 3 રાશિઓ પર એનો વધુ પ્રભાવ પડશે.

Chandra Grahan 2026,ભારત, ગર્ભવતી, મંદિર, કુંભ રાશિ

સિંહ રાશિ

આ રાશિમાં જ ગ્રહણ લાગવાનું હોવાથી આ જાતકોએ ગુસ્સો અને લાગણીઓ પર નિયંત્રણ રાખવુ જોઇએ. સ્વાસ્થ્યને અનુલક્ષીને થોડી સાવધાની જરુરી છે. અનાવાશ્યક તણાવથી બચો અને કોઇ મોટો નિર્ણય ટાળવો જ બહેતર રહેશે.

Chandra Grahan 2026,ભારત, ગર્ભવતી, મંદિર, કુંભ રાશિ

કર્ક રાશિ

ચંદ્રમા કર્ક રાશિ (Kark Rashi)નો સ્વામી હોય છે. આ સંજોગોમાં ગ્રહણ દરમિયાન આ રાશિના જાતકોમાં માનસિક બેચેની, મૂંઝવણ કે નિર્ણય લેવામાં મુશ્કેલી ઊભી થઇ શકે છે. પરિવાર સાથે સંલગ્ન બાબતોમાં ગેરસમજણ વધી શકે છે આથી વાતચીત કરવામાં સંયમ રાખવો.

Chandra Grahan 2026,ભારત, ગર્ભવતી, મંદિર, કુંભ રાશિ

કુંભ રાશિ

આ રાશિ (Kumbh Rashi)ના જાતકોના બનતા કામોમાં અડચણ આવવાના યોગ ઉદ્ભવી રહ્યાં છે. રોકાણ કે મોટા આર્થિક નિર્ણયોથી હાલ અંતર જાળવવું બહેતર રહેશે અને કોઇ પણ પ્રકારનું જોખમ ઉઠાવવાથી બચવું.

અન્ય રાશિઓ માટે આ ગ્રહણનો સામાન્ય પ્રભાવ પડશે પણ છતાંયે માનસિક સંતુલન જાળવવાની સલાહ આપવામાં આવે છે.

Chandra Grahan 2026,ભારત, ગર્ભવતી, મંદિર, કુંભ રાશિ

સૂતક કાળમાં શું કરવું અને શું ન કરવું?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂતક કાળ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવાનું શુભ માનવામાં આવે છે.

1. ગર્ભવતી મહિલાઓએ આ દરમિયાન ચાકૂ, કાતર કે સોય જેવી ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો.

2. સૂતક કાળમાં અને ગ્રહણ દરમિયાન ભોજન રાંધવું જોઇએ નહિં જો કે, ઘરડા અને બીમાર લોકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

3. ગ્રહણ કાળમાં કોઇ નવા કાર્યની શરુઆત અથવા તો શુભ કાર્યો ન કરવા જોઇએ.

ગ્રહણ દરમિયાન શું કરવું?

1. ‘ॐ નમ: શિવાય’ અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે.

2. સૂતક કાળ શરુ થતા પહેલા ખાવા-પીવાની વસ્તુઓમાં તુલસીના પાન નાખવાની પરંપરા જાળવવી.

3. ગ્રહણકાળ સમાપ્તિ બાદ, સ્નાન કરવું અને ઘરમાં ગંગાજળ છાંટવું.

4. આ દિવસે સફેદ વસ્તુઓનું જેમ કે, દૂધ, ખાંડ અથવા સફેદ કપડાનું દાન (Daan) કરવું શુભ મનાય છે.

હોળી અને ગ્રહણ એકસાથે, રાખો સાવધાની

3 માર્ચ 2026ના રોજ હોલિકા દહન (Holika Dahan) પણ છે અને આ દિવસે ચંદ્ર ગ્રહણ પણ સર્જાતુ હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ હોળીની પૂજા અને એને લગતા અનુષ્ઠાન સૂતક લાગતા અગાઉ કે પછી ગ્રહણ સમાપ્તિ બાદ જ કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષાચાર્યોના મતે, ગ્રહણ કાળમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય કરવાનું સદંતર ટાળવું જોઇએ.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: હોળી પહેલા ગ્રહોની મહાયુતિ…શુક્રનું મીન રાશિમાં ગોચર…’માલવ્ય રાજયોગ’થી 4 રાશિઓનું ભાગ્ય ચમકશે..!

આ પણ વાંચો: સિંહ, તુલા અને કુંભ રાશિઓના જાતકોનો 11 માર્ચથી સકારાત્મક સમય…દેવગુરુ બૃહસ્પતિ બનશે માર્ગી..!

આ પણ વાંચો: 22 ફેબ્રુઆરી 2026 ના રોજ શુક્રનું નક્ષત્ર પરિવર્તન…આ ગોચરથી વૃષભ, કુંભ અને તુલા રાશિને આર્થિક લાભના સંકેત…