Dharma & Bhakti/ સિંહ, તુલા અને કુંભ રાશિઓના જાતકોનો 11 માર્ચથી સકારાત્મક સમય…દેવગુરુ બૃહસ્પતિ બનશે માર્ગી..!

(Guru Margi 2026) ગુરુ ગ્રહ માર્ગી થવાના કારણે 3 રાશિઓના જાતકોને વિશેષ ફાયદો થઇ શકે છે. દેવગુરુ બૃહસ્પતિને શુભ, દૈવી ગુણોથી પરિપૂર્ણ માનવામાં આવે છે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Guru Margi 2026, 11 માર્ચ, માર્ગી, લકી રાશિઓ, નોકરી

Dharm & Bhakti: જ્યોતિષ પંચાંગ અનુસાર, દેવગુરુ બૃહસ્પતિ 11 માર્ચ 2026 ના રોજ સવારે 08 વાગીને 58 મિનિટે મિથુન રાશિમાં માર્ગી થવા જઇ રહ્યા છે. ગુરુ ગ્રહ માર્ગી (Guru Margi 2026) થવાથી અમુક રાશિના જાતકોને નોકરી-વ્યવસાયમાં અપાર સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

ગુરુ ગ્રહ માર્ગી (Guru Margi 2026) થવાથી 3 રાશિના જાતકોને લાભ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, ગુરુ ગ્રહ અર્થાત્ બૃહસ્પતિ ને શુભ અને દૈવી ગુણોથી પરિપૂર્ણ માનવામાં આવે છે. લગ્ન, ભાગ્ય, જ્ઞાન, આધ્યાત્મિકતા, નૈતિકતા, આસ્થા અને વિસ્તારના એ કારક ગણાય છે. આ સમયે ગુરુ બૃહસ્પતિ અંગે જાણીએ તો એ મિથુન રાશિમાં વક્રી અવસ્થામાં વિરાજમાન છે. ગુરુ હાલમાં અતિચારી ગતિથી આગેકૂચ કરી રહ્યા છે. જે રાશિમાં એ પહેલા લગભગ 1 વર્ષ સુધી રહેતા હતા એ સમયગાળામાં તો એ હવે 3 રાશિઓમાં ભ્રમણ કરી લેશે!

માર્ચ મહિનામાં ગુરુ મિથુન રાશિમાં માર્ગી થઇ જશે અને એના કારણે 12 રાશિઓના જીવન પર કોઇ ને કોઇ પ્રકારે પ્રભાવ પડતો જોવા મળશે. પરંતુ, આ પૈકીની 3 રાશિઓના જાતકોને આનો વિશેષ ફાયદો થઇ શકે છે. તો આવો જાણીએ કે જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાનોના મતે આ લકી રાશિઓ (Lucky Zodiac Signs) કઇ-કઇ હશે?

Guru Margi 2026, 11 માર્ચ, માર્ગી, લકી રાશિઓ, નોકરી

કુંભ રાશિ

કુંભ રાશિ (Kumbh Rashi)ના જાતકો માટે ગુરુનું સીધી ચાલે ચાલવું અનેક પ્રકારે વિશેષ સાબિત થઇ શકે છે. આ રાશિના પાંચમા ભાવમાં ગુરુ માર્ગી બનશે આથી આ જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવો જોવા મળશે.

સાહસ અને આત્મવિશ્વાસમાં ઝડપી તેજી જોવા મળશે. નવી નોકરીના અનેક અવસરો (New Job) પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે તમારી મહેનત રંગ લાવશે અને તમે સંતુષ્ટિ અનુભવશો.

વ્યવસાયના ક્ષેત્રની વાત કરીએ તો તમારા દ્વારા બનાવેલી રણનીતિ દ્વારા તમને ઘણો લાભ મળી શકે છે. ટ્રેડિંગ અને સટ્ટા વગેરેથી ઘણો નફો થવાની સંભાવના છે.

Guru Margi 2026, 11 માર્ચ, માર્ગી, લકી રાશિઓ, નોકરી

તુલા રાશિ

તુલા રાશિ (Tula Rashi)ની ગોચર કુંડળીના નવમા ભાવમાં ગુરુ માર્ગી થશે. આ સંજોગોમાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂર્ણ સાથ મળશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને લગનનું તમને પૂર્ણ ફળ પ્રાપ્ત થઇ શકે છે.

કાર્યસંબંધી યાત્રાઓ થઇ શકે છે. આનાથી આવનારા સમયમાં તમને સારો એવો લાભ પ્રાપ્ત થઇ શકે છે. કેરિયરના ક્ષેત્રે પણ બધું પોઝીટિવ થશે અને વિદેશમાં નોકરી (Foreign Job) પ્રાપ્ત કરવાનું સપનું પૂર્ણ થઇ શકે છે. વેપારમાં વિલંબિત સોદો હવે સાઇન થવાની સંભાવના દેખાઇ રહી છે જેનાથી તમને ખાસ્સો એવો લાભ મળી શકે છે.

લગ્નજીવન (Marriage Life) સારું વ્યતીત થશે અને તમે પોતાના પાર્ટનર સાથે ખૂલીને વાતચીત કરી શકશો. તમારો સંબંધ વધુ દ્રઢ બનશે. જો કે, જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે તમે તકલીફ અનુભવી શકો છો.

તમારી આર્થિક સ્થિતિ પણ ઉત્તમ રહેવાના યોગ સર્જાઇ રહ્યા છે. યાત્રાઓના માધ્યમથી પણ તમે ધન અર્જીત કરી શકો છો.

Guru Margi 2026, 11 માર્ચ, માર્ગી, લકી રાશિઓ, નોકરી

સિંહ રાશિ

સિંહ રાશિ (Sinh Rashi)ના જાતકો માટે ગુરુ ગ્રહનું માર્ગી બનવું લાભકારક સિદ્ધ થશે. આ રાશિના અગિયારમા ભાવમાં ગુરુ માર્ગી બનવા જઇ રહ્યાં છે. આ સંજોગોમાં આ જાતકોના જીવનમાં અચાનક ધનપ્રાપ્તિ (Wealth)ના યોગ સર્જાશે. આ ઉપરાંત, લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ પણ સમાપ્ત થઇ શકે છે.

લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આ રાશિના જાતકો સ્વયં જ હોશિયાર હોય છે. કેરિયરમાં ચાલી રહેલી સમસ્યાઓ ધીરે-ધીરે દૂર થશે અને સફળતાના દ્વાર ખૂલે એવી પ્રબળ સંભાવના છે. તમારા પ્રયાસોની પ્રશંસા પણ થઇ શકે છે.

વેપારના ક્ષેત્રે પણ લાભ મળી શકે છે અને ટ્રેડિંગ, સટ્ટા વગેરેથી તમે સારો એવો નફો મેળવો એવા યોગ છે. પરંતુ, કોઇ પણ પ્રકારનો ધન વ્યય કરતા પહેલા સારી રીતે વિચાર કરી લેવો. આર્થિક સ્થિતિ બહેતર રહેશે અને ભવિષ્ય માટે તમે બચત (Savings) પણ કરી શકો છો. તમારું સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ગણેશજીની કૃપાપ્રાપ્તિ માટે કરો દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીએ આ પૂજા વિધિ…દરેક વિધ્ન-અંતરાયો થશે દૂર…

આ પણ વાંચો: કઠિન સંજોગો સામે લડવાની હિંમત મળશે…શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7 પ્રેરણાદાયી કથન…

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…