Dharma & Bhakti/ કઠિન સંજોગો સામે લડવાની હિંમત મળશે…શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7 પ્રેરણાદાયી કથન…

Bhagavad Gita (ભગવદ્ ગીતા)…મહાભારતના યુદ્ધ દરમિયાન નિરાશ અને વિચલિત બનેલા અર્જુનને ઉચિત-અનુચિતનું જ્ઞાન આપતો આ ગ્રંથની રચના ઇ.સ. પૂર્વે 3066…

Trending Religious Rashifal Dharma & Bhakti
Bhagvad Gita,ભગવદ્ ગીતા, પ્રેરણાદાયી કથન

Dharm & Bhakti: ભગવાન શ્રી કૃષ્ણ જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડવાનો ઉપદેશ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ (Srimad Bhagavad Gita)માં આપે છે. આ શિક્ષાવચનો મનને દ્રઢ બનાવે છે અને આપણો આત્મવિશ્વાસ વધારવામાં સહાયતા કરે છે. ગીતા સાર (Gita Saar)ને જે જીવનમાં ઉતારે છે એ દરેક કઠિન સમયમાં માર્ગ દર્શન કરે છે અને એમનું જીવન સરળ બની જાય છે.

Bhagvad Gita,ભગવદ્ ગીતા, પ્રેરણાદાયી કથન

હિન્દુ સનાતન ધર્મ (Hindu Dharm)નો પવિત્ર ગ્રંથ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ છે. મહાભારત (Mahabharat)ના યુદ્ધ દરમિયાન નિરાશ અને વિચલિત બનેલા અર્જુન (Arjun)ને ઉચિત-અનુચિતનું જ્ઞાન આપતો આ ગ્રંથની રચના આશરે ઇ.સ. પૂર્વે 3066 ના સમયગાળા દરમિયાન થઇ હોવાનું માનવામાં આવે છે. આ અત્યંત પ્રાચીન અને હિન્દુ ધર્મના પ્રમુખ ગ્રંથોમાં શિરમોર ગણાય છે.

ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા (Srimad Bhagavad Gita) એક પ્રેરણાદાયી સ્ત્રોત

હિંદુ ધર્મના અનેક ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાની મહત્તા તો અલૌકિક છે. ભગવદ્ ગીતાને એક ‘સ્મૃતિ ગ્રંથ’ માનવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો ગ્રંથ હોવા છતાં ફક્ત આ ધર્મના અનુયાયીઓ પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર વૈશ્વિક માનવસમુદાય માટેનો એક પ્રેરણાદાયી સ્ત્રોત ગણાય છે. વિશ્વની મહાન વિભૂતિઓ (World’s Great Personalities)એ તેનું પઠન કરીને માર્ગદર્શન લીધું છે અને એના આધારે જીવનમાં સમાજલક્ષી કાર્યો કર્યા છે અને સમાજના ઉત્થાનમાં પોતાનું યોગદાન આપ્યું છે.

મૂળ આ ગ્રંથ સંસ્કૃત (Sanskrit)માં રચાયેલો છે, જેમાં કુલ મળીને 18 અધ્યાય અને 700 શ્લોકોનો સમાવેશ થાય છે. થોડાં શ્લોકોને બાદ કરતા સમગ્ર ગીતા અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે.

Bhagvad Gita,ભગવદ્ ગીતા, પ્રેરણાદાયી કથન

કર્મ કરીને આગળ વધવું એ જ ગીતાનો મુખ્ય સંદેશ

ગીતામાં નર અને નારાયણ બંનેનો સંવાદ છે, જેમાં નર અર્જુન મનુષ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવજીવનને લગતા વિવિધ પ્રશ્નો અને મૂંઝવણોને ભગવાન કૃષ્ણને સમક્ષ રજૂ કરે છે. નારાયણ કૃષ્ણ એનું સમાધાન કરતા માનવજીવનને એક યુદ્ધ સમાન દર્શાવીને દરેકે લડવું જ પડશે એવી શીખ આપે છે. યુદ્ધની જેમ જીવનમાં પણ પીછેહઠ કર્યા વિના કર્મ કરીને આગળ વધવું એ જ ગીતાનો મુખ્ય સંદેશ (Geeta Sandesh) છે.

પ્રત્યેક મનુષ્યના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો મુશ્કેલી આવતી જ હોય છે. પરંતુ જે વ્યક્તિ ધીરજ જાળવીને સ્વયં પર વિશ્વાસ રાખીને કર્મ કરે છે એ આ સંજોગોમાંથી દ્રઢ બનીને બહાર નીકળી જાય છે. આવા સમયમાં સકારાત્મક વિચારસરણી અને યોગ્ય માર્ગદર્શનની આવશ્યકતા રહે છે અને એના માટે ગીતાજી થી ઉત્તમ સ્ત્રોત અન્ય કોઇ જ નથી!

જો તમે પણ આવા જ કઠિન સંજોગોથી ઘેરાઇ ચૂક્યા છે તો ભગવદ્ ગીતામાં દર્શાવેલી ભગવાન શ્રી કૃષ્ણ (Lord Krishna)ના આ કથનોનું સ્મરણ કરવું. વાસ્તવમાં કૃષ્ણ જે કહે છે તે સંઘર્ષો સામે ઝૂઝવાની પ્રેરણા તો આપે જ છે પણ સાથોસાથ સંયમ અને આત્મવિશ્વાસ (Self-Confidence)માં પણ વૃદ્ધિ કરે છે.

ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના 7 પ્રેરણા દાયી વચનો

1. સાચી રીતે કર્મ કરવું

મનુષ્યે પોતાના કર્મ (Karma) પર જ ધ્યાન આપવું જોઇએ અને ફળની ચિંતા ન કરવી જોઇએ. સાચી રીતે કર્મ કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને ભય (Fear)નો નાશ થાય છે.

2. કર્તવ્યપથ પરથી પીછેહટ ન કરો

કઠિન પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યપથ પરથી પીછેહટ ન કરવી જોઇએ. પ્રત્યેકે પોતાની જવાબદારીઓ (Responsibilities)નું નિષ્ઠાપૂર્વક નિર્વહન કરવું જોઇએ.

3. મનને સંયમિત કરો

અસ્થિર મન દુ:ખોનું કારણ બને છે. ગીતા કહે છે, મનને સંયમિત (Mind Control) કરવાથી વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સંતુલન બનાવી શકે છે.

Bhagvad Gita,ભગવદ્ ગીતા, પ્રેરણાદાયી કથન

4. સમયનો સદુપયોગ

સમય (Time)નો ઉચિત ઉપયોગ કરવો જોઇએ. ભગવાન કહે છે કે, દરેક મનુષ્યે સમયની નશ્વરતાને સમજવી જોઇએ. ‘જે આજે છે એ કાલે નહિં હોય…’ આ સત્યનો સ્વીકાર કરવાથી મનના દુ:ખ અને ભય ઓછા થાય છે.

5. આત્મા અમર છે

આત્મા (Soul) ન તો જન્મ લે છે ન તો મૃત્યુ પામે છે! આ જ્ઞાન વ્યક્તિને ભયમુક્ત થઇને કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવાની પ્રેરણા આપે છે.

6. સકારાત્મક દ્રષ્ટિકોણ રાખો

નકારાત્મક વિચારો જીવનનું સૌથી મોટું વિઘ્ન છે. જો તમે કોઈ પણ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યાં હો તો હંમેશાં એના પ્રતિ સકારાત્મક દ્રષ્ટિકોણ (Positivity) અપનાવો. આમ કરવાથી માર્ગમાં આવનારી દરેક સમસ્યા (Problem)નું સમાધાન શક્ય બનશે.

7. જ્ઞાન ભયનું મારણ છે

અંતે શ્રી કૃષ્ણ કહે છે કે, એકમાત્ર કેવળ જ્ઞાન (Knowledge) જ તમામ પ્રકારના અજ્ઞાન અને ભયનું મારણ છે.

ભગવદ્ ગીતાની આ 7 વિચાર કણિકાઓનું જ્ઞાન જીવનમાં યોગ્ય નિર્ણયો લેવાની મનુષ્યની ક્ષમતામાં અભિવૃદ્ધિ કરે છે એ સત્ય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: વૃષભ રાશિના જાતકો માટે 2026ની 10 ભવિષ્યવાણીઓ…આર્થિક ક્ષેત્રે સોનેરી સમયનો પ્રારંભ..!

આ પણ વાંચો: માયાવી ગ્રહ રાહુ બન્યો શક્તિશાળી, 2026માં આર્થિક અને કેરિયર ક્ષેત્રે આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ…

આ પણ વાંચો: વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે લાવશે મુસીબત! જાણો શું કરવું અને શું નહી