Maharashtra News: મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર(Ajit Pawar)ની સ્મૃતિને સદાય માટે જીવંત રાખવા બારામતીમાં ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્મારક બારામતી સ્થિત વિદ્યા પ્રતિષ્ઠાનના પરિસરમાં બનાવવામાં આવશે. આ માહિતી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar) ના હવાલાથી નજીકના સહયોગીઓ દ્વારા આપવામાં આવી છે.
વિદ્યા પ્રતિષ્ઠાન એ પવાર પરિવાર દ્વારા સ્થાપિત એક પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા છે, જે શિક્ષણ, સામાજિક વિકાસ અને સંસ્કૃતિ માટે ઓળખાય છે. અજિત પવાર (Ajit Pawar)ના અંતિમ સંસ્કાર પણ આ જ પરિસરમાં કરવામાં આવ્યા હતા, જેના કારણે આ સ્થળને વિશેષ મહત્વ મળ્યું છે.

28 જાન્યુઆરીની દુર્ઘટનાએ દેશને હચમચાવી દીધો
28 જાન્યુઆરીના રોજ બારામતી એરપોર્ટ નજીક એક દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અજિત પવાર (Ajit Pawar)સહિત કુલ પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટનાએ માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશને શોકમાં ડૂબી દીધો હતો. રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અજિત પવાર (Ajit Pawar)ના યોગદાનને કારણે લોકોમાં ભારે દુઃખ અને શોક જોવા મળ્યો હતો.
અંતિમ સંસ્કાર સ્થળે જ બનશે સ્મારક
અજિત પવાર(Ajit Pawar)ના નજીકના સહયોગી કિરણ ગુજ્જરે રવિવારે જણાવ્યું હતું કે અજિત દાદાનું સ્મારક તે જ સ્થળે બનાવવામાં આવશે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય પાછળનો ઉદ્દેશ એ છે કે લોકો આ સ્થળે આવીને તેમને શ્રદ્ધાંજલિ આપી શકે અને તેમના કાર્યને યાદ કરી શકે.

શરદ પવાર (Sharad Pawar)ના નિર્દેશો
“શરદ પવાર (Sharad Pawar) સાહેબ અંતિમ સંસ્કાર સ્થળ પર આવ્યા અને મને અને વિદ્યા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટીઓને અજિત દાદાના સ્મારકની યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો. સ્મારકની ડિઝાઇન અને માળખાને અંતિમ સ્વરૂપ આપવા માટે આગામી દિવસોમાં ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો: અજિત પવારના આજે અંતિમ સંસ્કાર, તેમના પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર માટે પાર્થિવ શરીર રાખવામાં આવ્યું
આ પણ વાંચો: અજિત પવારના નિધન પર ભાવુક થયા પીએમ મોદી, કહ્યું- ‘દુઃખની આ ઘડીમાં…’
આ પણ વાંચો: વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મોત, બારામતી અકસ્માતમાં 5 લોકોના મોત

