Not Set/ અંકલેશ્વર: વરસાદ બંધ થયો હોવા છતાં ગટરોનું દુષિત પાણી નીકળ્યું, નિરાકરણ નહિ આવેતો કોર્ટ દ્વારા કરાશે કાર્યવાહી

અંકલેશ્વર વરસાદ બંધ થયો હોવા છતાં આજે પણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ચેમ્બરો માંથી ઔદ્યોગિક  વસાહતનું પ્રદુષિત પાણી વરસાદી નાળાઓમાં જઈ રહ્યું છે. આ બાબતની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ તેમજ સાથી સભ્યોને થતા તેવો ઘટના સ્થળે દોડી આવી જીપીસીબીને જાણ કરી હતી. કેટલીક  કંપની માંથી પ્રદુષિત પાણી વરસાદી નાળાઓ તેમજ પાકી ગટરોમાંથી લાલ તથા ભૂરા […]

Top Stories Gujarat Trending

અંકલેશ્વર

વરસાદ બંધ થયો હોવા છતાં આજે પણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ચેમ્બરો માંથી ઔદ્યોગિક  વસાહતનું પ્રદુષિત પાણી વરસાદી નાળાઓમાં જઈ રહ્યું છે. આ બાબતની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ તેમજ સાથી સભ્યોને થતા તેવો ઘટના સ્થળે દોડી આવી જીપીસીબીને જાણ કરી હતી.

કેટલીક  કંપની માંથી પ્રદુષિત પાણી વરસાદી નાળાઓ તેમજ પાકી ગટરોમાંથી લાલ તથા ભૂરા રંગનું પાણી નીકળતું જોવા મળ્યું હતું આ પાણીથી ભૂસ્તર અને જળચળને નુકસાન થાય છે. આજે પણ પાણી માટે બોર કરવામાં આવે છે ત્યારે બોરમાંથી કલરિંગ પાણી નીકળે છે.

બે દિવસ પહેલા પણ કનોરિયા ચોકડી પસે પણ  પ્રદુષિત પાણી નીકળતું હતું. તે વખતે પણ સેમ્પલ લેવાય હતા? જીપીસીબીના અધિકરીઓને જાણકારી હોવા છતાં પણ કોઈ કર્યોવાહી કરવામાં આવતી નથી. પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યોએ જણાવાયુ હતું કે, જો આનુ નિરાકરણ નહિ આવેતો કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

આશ્ચર્યની બાબત એ કે આજુ બાજુ ઝીરો ડિસ્ચાર્જ વાળી કંપનીઓ છે છતા પણ બે કંપની પાસેના પાછળના ગેટ નજીકથી આ પ્રદુષિત પાણી  આવીરહીયું હોવાનું જણાય આવે છે હાલ પણ કનોરિયા ચોકડી સુધી આ કલર વાળું એફલૂએન્ટ વહી રહીયુ છે.