વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબ્લ્યુએચઓએ હાલમાં જ એક મહત્વનો રીપોર્ટ જાહેર કર્યો છે. વર્ષ ૨૦૧૬માં દારૂ પીવાને લીધે ૩૦ લાખથી પણ વધુ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે જેમાં મોટા ભાગના પુરુષો છે. આ રીપોર્ટમાં દારૂના લીધે કેટલા લોકોના મૃત્યુ થયા છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રની આ સ્વાસ્થ્ય એજન્સીએ ચેતાવણી આપી છે કે જો દારૂ પીવા પર કંટ્રોલ નહી રાખવામાં આવે તો આગામી ૧૦ વર્ષમાં આ આંકડો વધી શકે તેમ છે.
શનિવારે જાહેર કરેલા રીપોર્ટમાં ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે આશરે ૨૩.૭ કરોડ પુરુષ અને ૪.૬ કરોડ મહિલા આલ્કોહોલથી જોડાયેલી સમસ્યા સામે લડી રહી છે. જેમાંથી સૌથી વધારે લોકો યુરોપ અને અમેરિકાના છે.
યુરોપમાં દારૂનું વ્યસન પ્રતિ વ્યક્તિ દુનિયાભરમાં સૌથી વધારે છે.
ડબ્લ્યુએચઓના અધિકારી ટેડ્રોસ ધેબ્રીયસસે આ રીપોર્ટ મામલે કીધું હતું કે વિશ્વના ઘણા લોકો અને તેના પરિવારજનો માનસિક અને શારીરિક બીમારી અને કેન્સર જેવી જાનલેવા બીમારી આલ્કોહોલના સેવનના લીધે સામનો કરી રહ્યા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે સ્વસ્થ સમાજના નિર્માણ માટે આ મામલો ખતરારૂપ બની શકે છે. આ ખતરાને રોકવા માટેનો સમય આવી ગયો છે.
