Not Set/ ગોધરા ન.પા. પોતાની મિલ્કતોનો કબ્જો પરત લેવા માટે  કાયદેસર કાર્યવાહી કરવાના મૂડમાં

ગોધરા નગર પાલિકાની આગામી તા. ૫ મી જૂનના રોજ યોજાનાર ઓનલાઈન સામાન્ય સભાના એજન્ડામાં ૬૩ મુદ્દાઓનો સમાવેશ થાય છે, આ પૈકી ૩ મુદ્દાઓ એવા છે કે ગોધરા નગર પાલિકા પોતાની માલિકીની

Gujarat

ગોધરા નગર પાલિકાની આગામી તા. ૫ મી જૂનના રોજ યોજાનાર ઓનલાઈન સામાન્ય સભાના એજન્ડામાં ૬૩ મુદ્દાઓનો સમાવેશ થાય છે, આ પૈકી ૩ મુદ્દાઓ એવા છે કે ગોધરા નગર પાલિકા પોતાની માલિકીની મિલ્કતો બચાવવા માટે ગુજરાત જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ એટલે કે લેન્ડ ગ્રેબિંગ એકટ પ્રમાણે કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરવામાં આવે એવા આકરા મૂડમાં હોવાના આ અંદેશાનો સામાન્ય સભાના આ એજન્ડામાં કરવામાં આવ્યો છે.!!

ગોધરા શહેર અને પાલિકા તંત્રમાં સૌથી વધુ બહુચર્ચિત એવા ગોધરા એક્સ રે હાઉસ પ્રકરણ કે જે ગોધરા નગર પાલિકાની માલિકી જગ્યા જેના શીટ નંબર ૫ ના સીટી સર્વે નંબર ૧ ની ૭૯૧.૮૧.૫૧ ચો.મીટર જગ્યા આવેલી હતી એમા નૂતન બાલમંદિર નામની શિક્ષણ સંસ્થા કાર્યરત હતી આ જગ્યાનો કબ્જો ગોધરા એક્સ રે હાઉસના ભાગીદારો દ્વારા ગેરકાયદે કરેલ હોઈ આ જગ્યા પરત લેવા માટે આ મહત્વના મુદ્દાનો સમાવેશ કરાયો છે.

તદ્દઉપરાંત ગોધરા નગર પાલિકા ની કલાલ ધર્મશાળાના મકાનમાં ભાડુઆતો દ્વારા જે ગેરકાયદે કબ્જો કરવામાં આવ્યો છે આ ખાલી કરાવીને મકાન પરત લેવા માટે તથા રામસાગર તળાવના કિનારે આવેલા ગોધરા નગર પાલિકા શોપિંગ સેન્ટરની દુકાન નંબર ૨૩ની બાજુમાં આવેલ જગ્યામાં રવિ કોર્પોરેશનના માલિક દ્વારા નગર પાલિકાની માલિકીની તળાવ પૈકીની જે જગ્યા ઉપર ગેરકાયદે કબ્જો કર્યો છે આ ખાલી કરાવવા માટે ગોધરા નગર પાલિકા દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવા સંદર્ભમાં પંચમહાલ કલેકટર સમક્ષ લેખિતમાં રજુઆત કરવાના આ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.