Bhavnagar News:ભાવનગરના બગદાણામાં નવનીતને માર મારવાનો મામલો રાજકીય વળાંક લઈ રહ્યો છે. આ દરમિયાન નવનીત બાલધીયા માર મારવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. સુરતની એક મહિલાએ નવનીત બાલધીયા (Navneet Baldhiya) પર આરોપ લગાવતો વીડિયો વાયરલ કર્યો છે. વીડિયોમાં મહિલા કહે છે કે તેના કાકા અને માતા બેડા ગામમાં જમીન ધરાવે છે. યુવતીએ નવનીત બાલદીયા પર તેની જમીનમાંથી કરોડો રૂપિયાના ખનીજ ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.
તેને નવનીત (Navneet Baldhiya) પર ટ્રેક્ટર અને જેસીબીનો ઉપયોગ કરીને રાત્રે માટી ચોરી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. યુવતીએ કહ્યું કે આ મામલો છેલ્લા દોઢ વર્ષથી દબાવી દેવામાં આવ્યો હતો. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે મહિલા પાયલ વઘાસિયાને ધમકી આપવામાં આવી રહી હતી.

નવનીત બાલધીયા (Navneet Baldhiya)માટીની ચોરીનો આરોપ
બગદાણા ચકચારી વિવાદમાં નવનીત બાલધીયા (Navneet Baldhiya)ને માર મારવાના મામલે આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓને મહુવા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા, અને તેમના મોબાઇલ ફોન રિકવર કરવાની વિનંતી કરવામાં આવી હતી. કોર્ટે ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને બાકીના ચારને જેલમાં મોકલી દીધા હતા. પોલીસ માહિતી મુજબ, આરોપીઓ સામે સઘન તપાસ કરવામાં આવશે. ઘટનાસ્થળની નજીકના સીસીટીવી કેમેરા અને આરોપીઓના મોબાઇલ ફોનની કોલ ડિટેલ્સ સહિતની કડક તપાસ કરવામાં આવશે.

મહુવા ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા નાજુ ધીગા કામલીયા,રાજુ દેવાયત ભમ્મર,વીરેન્દ્ર જેરામ પરમાર અને સતીષ વિજય વનલીયાને રિમાન્ડ પર મોકલવામાં આવેલા છે. આ વીડિયો જયરાજ આહિરના કહેવાથી શૂટ કરવામાં આવ્યો હતો
ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમના માર મારવાનો વીડિયો આરોપીઓએ જયરાજ આહિરના કહેવાથી શૂટ કર્યો હતો અને તે અન્ય લોકોને બતાવવાનો હતો. પોલીસે ચારેય આરોપીઓના મોબાઇલ ફોન રિકવર કરવા વિનંતી કરી હતી. આ ચારેયના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ચાર આરોપીઓને જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
ભાવનગરના બગદાણામાં સેવક નવનીત (Navneet Baldhiya) પર થયેલા હુમલાનો કેસ વધુ ગરમાયો છે. એક તરફ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ધમાલ મચાવી દીધી છે. આ વીડિયોમાં આરોપીઓ માયાભાઈના પુત્ર જયરાજ આહિર સાથે જોવા મળે છે, જે હુમલામાં કથિત રીતે સામેલ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો હુમલા પહેલાનો છે. જોકે, મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો:ભાવનગર: અસામાજિક તત્વોના હુમલાને લઇ કોળી સમાજ મેદાને,બગદાણા PIની બદલી કરાઈ
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુઆશ્રમ બગદાણામાં નાની બાલિકાઓ સાથે પૂજા કરી
