Bhavnagar News : ભાવનગર જિલ્લાના બગદાણા વિસ્તારમાં અસામાજિક તત્વોના હુમલા (attacks) ના મામલે કોળી સમાજ મેદાને ઉતર્યો છે. બગદાણામાં નવનીતભાઈ પર અસામાજિક તત્વોએ હુમલો (attacks) કરતા સમગ્ર કોળી સમાજમાં રોષ ફેલાયો છે. ઘટનાની જાણ થતા કોળી સમાજના આગેવાન હીરા સોલંકી પીડિત નવનીતભાઈની મુલાકાતે પહોંચ્યા હતા.
કોઈપણ પ્રકારના અત્યાચાર કે હુમલા attacks) ને સાખી નહી લેવાય

આ દરમિયાન હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, કોળી સમાજ પર થયેલા કોઈપણ પ્રકારના અત્યાચાર કે હુમલા (attacks) ને સાખી લેવામાં નહીં આવે. સમાજ અને સમાજના આગેવાનો હંમેશા પીડિતની સાથે ઉભા રહેશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું. વધુમાં તેમણે જણાવ્યું કે, તેઓ અને તેમના મોટા ભાઈ પરસોત્તમ સોલંકી આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે.

હીરા સોલંકીએ કહ્યું કે, સોમવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને મળીને પીડિત નવનીતભાઈને ન્યાય મળે તે માટે રજુઆત કરવામાં આવશે. પીડિતને ન્યાય અપાવવા માટે કોળી સમાજ તમામ પ્રયાસો કરશે તેવી પણ તેમણે ખાતરી આપી.
નવનીત બાલધિયાને માર મારવાના મુદ્દે ધારાસભ્ય-કોળી આગેવાન હિરા સોલંકી મેદાને આવતા જ, બગદાણા PI ડી વી ડાંગરની કલાકોમાં જ બદલી કરવામાંઆવી હતી. ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયાને માર મારવાના મામલે, રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના નેતા હિરા સોલંકીએ, પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ બગદાણાના પોલીસ ઈન્સ્પેકટરની બદલી કરી દેવામાં આવી છે.
બગદાણા પી આઈ ડી વી ડાંગરનો ચાર્જ મહુવાના પી આઈ કે એસ પટેલને સોપાયો છે. બગદાણાના બદલી કરાયેલ પોલીસ ઈન્સ્પેકટર ડી વી ડાંગરને લીવ રિઝર્વ ખાતે રાખવામાં આવ્યા છે.
