Jamnagar News/ જામનગરમાં જી.જી. હોસ્પિટલ નજીક સરાજાહેર મારામારી, CCTV વીડિયો વાયરલ

જામનગરની જી.જી. હોસ્પિટલ (GG Hospital) પાસે બે યુવકો પર લાકડીઓ વડે સરાજાહેર હુમલો (Jamnagar Fight Video) કરવામાં આવ્યો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Top Stories Gujarat Others Breaking News
Jamnagar Fight Video:બજારમાં લાકડીઓથી હુમલો,CCTVમાં કેદ

Jamnagar News: જામનગર શહેરની મધ્યમાં આવેલી સરકારી જી.જી. હોસ્પિટલ (GG Hospital) પાસે આજે સરાજાહેર મારામારી (Jamnagar Fight Video)ની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. અજાણ્યા શખ્સોએ બે યુવકોને નિશાન બનાવી લાકડીઓ વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે તેના વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કેટલાક શખ્સો હાથમાં લાકડીઓ લઈને બે યુવકોનો પીછો કરતા જોવા મળ્યા હતા. CCTV વીડિયોમાં સ્પષ્ટ રીતે નજરે પડે છે કે હુમલાખોરોએ (Jamnagar Fight Video) યુવકોને દોડાવી-દોડાવીને જાહેર રસ્તા પર માર માર્યો હતો. ભરી બજારમાં બનેલી આ ઘટનાથી આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

હુમલા દરમિયાન થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો બચવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા. સદનસીબે, ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Jamnagar Fight Video: હુમલાનું કારણ હજુ અકબંધ

હાલ સુધી હુમલા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસ પ્રાથમિક તપાસમાં અંગત અદાવત અથવા જૂની રંજિશ જેવી શક્યતાઓ પર તપાસ ચલાવી રહી છે.

પોલીસ દ્વારા તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે CCTV ફૂટેજ કબજે લઈને હુમલાખોરોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે. જાહેરમાં કાયદો હાથમાં લેનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.જામનગર શહેરમાં આ વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને સોશિયલ મીડિયામાં લોકો સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.


આ પણ વાંચો:જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફરી ચર્ચામાં, છેતરપિંડી અને ઉચાપતનો નવો કિસ્સો

આ પણ વાંચો:ચાંદીપુરા વાઇરસને લઈને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જી.જી. હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજાઈ

આ પણ વાંચો:શહેરની જી.જી. હોસ્પિટલમાં ફરી એકવાર રખડતાં શ્વાનોનો વીડિયો વાયરલ