Junagadh News/ જૂનાગઢમાં સોનાની ગીરવે મૂકેલી વસ્તુ પરત ન મળતાં થયેલી તકરારમાં દંપતી પર જીવલેણ હુમલો

જૂનાગઢના સરવાણ ફળિયામાં સોનું ગીરવે આપવાની બાબતે મજૂર પર જાહેરમાં છરીથી હુમલો ((Fatal attack)) થયો, આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી.

Gujarat Top Stories Others
Fatal attack સોનાની ગીરવે મુકેલ વસ્તુ પરત ન મળતા...

Junagadh News:જૂનાગઢ શહેરના સરવાણ ફળિયા વિસ્તારમાં રહેતા એક મજૂરી કામ કરતા યુવક પર જાહેરમાં જીવલેણ હુમલો(Fatal attack)કરાયો હતો. મજૂરી કામ કરતાં યુવાને પોતાના મિત્રને ગીરવે મૂકવા માટે આપેલું સોનું પરત ન મળતાં થયેલી તકરાર ગંભીર સ્વરૂપ ધારણ કરી છે. આ તકરારમાં બે આરોપીઓએ યુવક પર જાહેરમાં છરી વડે જીવલેણ હુમલો (Fatal attack) કર્યો હતો અને ત્યારબાદ તેના ઘરે જઈને પત્નીને પણ માર માર્યો હતો.

બી-ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો

આ ઘટનાને પગલે બી-ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બનાવની વિગતો અનુસાર, ફરિયાદી મોહસીનમિયા સલીમમિયા સૈયદ (ઉં.વ. 40), જે સરવાણ ફળિયા વિસ્તારમાં રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેને આશરે અઢી મહિના પહેલાં પૈસાની તાત્કાલિક જરૂરિયાતને કારણે પોતાનું સોનું લગભગ 6.5 તોલા વજનના બે પાટલા અને એક લકી મિત્ર નિઝામ હિંગોરાને ગીરવે મૂકવા માટે આપ્યું હતું.

પૈસા પરત ન મળતા જીવલેણ હુમલો(Fatal attack)

મોહસીનમિયાના કહેવા મુજબ, નિઝામે આ સોનું વધુ એક વ્યક્તિ એજાજ સેતાને આપી દીધું હતું, જેના કારણે સોનું (Gold) કે તેની સામેના પૈસા પરત મળ્યા નહીં.આ મામલે વારંવાર વાતચીત થઈ, પરંતુ કોઈ ઉકેલ ન આવતાં તકરાર વકરી. ગઈકાલે સાંજે મોહસીનમિયા પોતાના મિત્ર સાથે ગીરીરાજ રોડ પર અમૃત પેલેસ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી હનીફ ઉર્ફે હનુ જુણેજા અને અન્ય એક વ્યક્તિએ તેને રોક્યા.

ગાળો આપી જીવલેણ હુમલો(Fatal attack)

આરોપીઓએ ગાળો આપી અને અચાનક છરી કાઢીને મોહસીનમિયા પર જીવલેણ હુમલો (Attack) કર્યો. આ હુમલામાં મોહસીનમિયાને ગંભીર ઈજા પહોંચી છે.હુમલો માત્ર એટલે અટક્યો નહીં. આરોપીઓએ ત્યારબાદ મોહસીનમિયાના ઘરે જઈને તેમની પત્ની પર પણ હુમલો કર્યો અને માર માર્યો. આ ઘટનાથી પરિવારમાં દહેશત ફેલાઈ છે.આ અંગે મોહસીનમિયાએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી હનીફ ઉર્ફે હનુ જુણેજા, નિઝામ હિંગોરા અને એજાજ સેતા સહિત અન્ય સામે ગુનો નોંધ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીધામમાં લુંટના ઈરાદે જીવલેણ હુમલો કરનારા ત્રણ આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા

આ પણ વાંચો:તંત્ર મંત્રની વિધી શીખવવાની ના કહેતા દાદાની હત્યા, પૌત્રએ દાદા પર જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા

આ પણ વાંચો:જામનગરમાં યુવાન પર 4 શખ્સોએ લોખંડના પાઈપથી જીવલેણ હુમલો કર્યો, CCTVમાં સામે આવી ઘટના