દુર્ઘટના અને અકસ્માતો ક્યારેક એવી કરુણતા સર્જે છે કે, તે જીરવવી માણસ માટે મુશ્કેલ જ નહીં પરંતુ આ સંભવ થઇ જાય છે. અકસ્માત કે દુખદ ઘટના પલવારમાં તમામ સપના અને સૌંદર્યને તહસનહસ કરી નાખે છે અને તેનું તાજુ ઉદાહરણ દ્વારકા જીલ્લામાં બનેલી દુખદ ઘટના છે.
જી હા, દેવભૂમી દ્વારકા જીલ્લાનાં જામ ખંભાળિયાનાં ધરમપુર ગામમાંથી આવી જ એક દુખદ ઘટન સામે આવી રહી છે. ધરમપુર ગામ પાસે આવેલ તળાવમાં ડૂબવાથી એક જ પરિવારના 4 સભ્યોનાં એક સાથે મોત નીપજ્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં કરુણા પ્રસરી જવા પામી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર એક જ પરિવારનાં 3 કિશોરો ગામ પાસે આવેલા તળાવમાં નહાવા માટે પડ્યા હતા, અકસ્માતે નહાવા પડેલા કિશોરો ડુબવા લાગતા ત્યાં હાજર અને પરિવારનાં જ સભ્ય એવા યુવાન દ્વારા આ ત્રણેય કિશોરોને બચાવવાની કોશિશ કરવામાં આવી. બચાવા માટે તળાવમાં પડેલા યુવકનો પણ આ ઘટનામાં જીવ ગયો.
ઘટનામાં એક જ પરિવારનાં 3 કિશોરો અને 1 યુવક સહિત 4નાં મોત નીપજ્યા હતા. દુખદ ઘટનાની જાણા પોલીસ અને ફાયરબ્રિગેડને કરવામાં આવતા, ફાયરબ્રિગેડ દ્વારા ચારેય લોકોનાં મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
