Not Set/ દિલ્હીના લોધી એસ્ટેટમાં CRPF ના સબ- ઇન્સપેક્ટરની ગોળી મારીને કરાઈ હત્યા

દિલ્હીના તુઘલક રોડ વિસ્તારના લોધી એસ્ટેટમાં સરકારી બંગલો નંબર 61 માં ગોળી વાગવાથી સીઆરપીએફના બે જવાનનું મોત નીપજ્યું છે. સીઆરપીએફના એક સબ ઈન્સ્પેક્ટરએ સીઆરપીએફ ઇન્સ્પેક્ટરને ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતીજણાવી દઈએ કે, 61 લોદી સ્ટેટ બંગલો કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ફાળવવામાં આવ્યો છે. સબ ઇન્સ્પેક્ટરએ તે સમયે ઇન્સ્પેક્ટરને ગોળી […]

Uncategorized

દિલ્હીના તુઘલક રોડ વિસ્તારના લોધી એસ્ટેટમાં સરકારી બંગલો નંબર 61 માં ગોળી વાગવાથી સીઆરપીએફના બે જવાનનું મોત નીપજ્યું છે. સીઆરપીએફના એક સબ ઈન્સ્પેક્ટરએ સીઆરપીએફ ઇન્સ્પેક્ટરને ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતીજણાવી દઈએ કે, 61 લોદી સ્ટેટ બંગલો કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ફાળવવામાં આવ્યો છે.

સબ ઇન્સ્પેક્ટરએ તે સમયે ઇન્સ્પેક્ટરને ગોળી મારી હતી જ્યારે ઇન્સ્પેક્ટર તેના રૂમમાં જમતો હતો. તે પછી તેણે બંગલાના પ્રવેશદ્વાર પાસે ગાર્ડ રૂમની પાસે જ પોતાને ગોળી મારી દીધી હતી. સબ ઈન્સ્પેક્ટર જમ્મુ-કાશ્મીરના છે અને ઇન્સ્પેક્ટર હરિયાણાના છે. બંને 61 નંબરના લોદી સ્ટેટ બંગલામાં રહેતા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે તુઘલક પોલીસને બાતમી મળી હતી કે લોધી સ્ટેટના 61 નંબરના બંગલામાં અનેક રાઉન્ડ ફાયરિંગ થયું છે. આ સમાચાર મળતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં ગયા પછી તેણે જોયું કે સીઆરપીએફના એક ઈન્સ્પેક્ટર અને સબ ઇન્સપેક્ટર જમીન પર પડ્યા હતા અને તેમને ગોળી વાગી હતી. દિલ્હી પોલીસ હવે કારણ જાણવા માટે કેસની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.