મુંબઇ,
અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ અભિનિત ફિલ્મ બદલા આજે રીલીઝ થઈ છે. આ સસ્પેન્સ થ્રીલર ફિલ્મ માટે સારો ઉત્સાહ જોવા મળ્યો છે. ફિલ્મને શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝે પ્રોડ્યૂસ કરી છે. બોલિવૂડના ઘણા સેલિબ્રિટીએ આ ફિલ્મને માસ્ટર સ્ટોરી ગણાવી છે.
આ છે ફિલ્મની પટકથા
ફિલ્મમાં અમિતાભ પિન્કની જેમ ફરી એક વાર વકીલ બન્યા છે. જેમનું નામ બાદલ ગુપ્તા છે તો તાપસી નૈના સેઠી નામની યુવતી છે જેની પર મર્ડરનો આરોપ છે. બાદલ ગુપ્તા 40 વર્ષમાં એક પણ કેસ હાર્યા નથી. તાપસી પોતાનો કેસ લઇને તેમની પાસે આવે છે. બાદલ ગુપ્તા પોતાના કેસની તપાસ જાતે જ કરતા હોય છે. આ કેસ ઉકેલતા ઉકેલતા જે રસપ્રદ અને દિલધડક ઘટનાઓ બને છે તે દર્શકોને બાંધી રાખશે. ફિલ્મની વાર્તા સ્પેનિશ ફિલ્મ કોન્ટ્રાટિએપો ધ અનવિઝિબલ ગેસ્ટ પર આધારિત છે.
ફિલ્મની પ્રશંસા કરતા ઉરી સ્ટાર વિકી કૌશલે જણાવ્યું હતું કે બદલા વર્તમાન સમયમાં રજૂ થયેલી મનોરંજક ફિલ્મોમાંથી સૌથી મનોરંજક છે. સુપર એંગેજિંગ બચ્ચન સર અને તાપસીને સાથે જોવાની ઘણી ખુશી છે.
https://twitter.com/vickykaushal09/status/1103747061415997440
તો રિતેશ દેશમુખે પણ ફિલ્મને ઘણી શાનદાર ગણાવી છે. એક્ટરે ટ્વિટ કર્યું હતું કે સુજોય ઘોષની બદલા શાનદાર છે. બચ્ચન સર તમે કમાલ છો-તાપીસ તું ખૂબ જ સારી એક્ટર છે.
https://twitter.com/Riteishd/status/1103735183360978944
તો રોનિત રોયે પણ કહયું હતું કે ફિલ્મ તમને બાંધી રાખશે. ઉપરાંત ફિલ્મના વખાણ કરવામાં જેકી ભાગનાની અને હર્ષવર્ધન રાણે પણ પાછળ નથી.બદલાને હિંદી ભાષાની સાથે સાથે ઇંગ્લિશ,તમિલ તેમજ તેલુગુ ભાષામાં રીલીઝ કરવામાં આવી છે.
What a gripping film #Badla is and post interval it just tightens it’s grip around you and nails you there. Superb performances by every actor. @taapsee is so natural and effortless. Amritaji is stellar @SrBachchan is as usual legendary! Take a bow @sujoy_g
— Ronit Bose Roy (@RonitBoseRoy) March 7, 2019
https://twitter.com/Tarunmansukhani/status/1103371106302550016
@sujoy_g I have always been a fan . What a film #badla ! !!! @SrBachchan sir take a BOW . How do you do it again and again !! @taapsee you played it so well . So so proud of you my friend . Well done #AmritaSingh what a performer
— Jackky Bhagnani (@jackkybhagnani) March 7, 2019
https://twitter.com/harsha_actor/status/1103745130501042177
