Not Set/ એકવાર ફરી દેશનાં આ વિસ્તારમાં અનુભવાયો ભૂકંપ, કોરોના સાથે ધરતીકંપ બન્યો ડરનું મુખ્ય કારણ

  ભારતનાં પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ભૂકંપથી મણિપુરની જમીન હલી ઉઠી છે. આ પહેલા 11 ઓગસ્ટે ભૂકંપનાં આંચકા આવ્યા હતા. વળી સોમવારે રાત્રે મણિપુરમાં ફરી એકવાર ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર મોડી રાત્રે લગભગ 2.39 વાગ્યે મણિપુરમાં ભૂકંપ આવ્યો […]

Uncategorized
 

ભારતનાં પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ભૂકંપથી મણિપુરની જમીન હલી ઉઠી છે. આ પહેલા 11 ઓગસ્ટે ભૂકંપનાં આંચકા આવ્યા હતા. વળી સોમવારે રાત્રે મણિપુરમાં ફરી એકવાર ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર મોડી રાત્રે લગભગ 2.39 વાગ્યે મણિપુરમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 મપાઇ હતી. ભૂકંપનું કેન્દ્ર મણિપુરથી 55 કિમી પૂર્વમાં ઉખરુલમાં હતું. જો કે, ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી. અગાઉ 11 ઓગસ્ટનાં ભૂકંપની તીવ્રતા 4.0 હતી. અહી વારંવાર આવી રહેલા ભુકંપનાં આંચકાથી લોકો ગભરાઇ ગયા છે. ઉત્તર-પૂર્વ રાજ્યમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતનાં તમામ ભાગોમાં પણ છેલ્લા કેટલાક મહિનાઓમાં ભૂકંપનાં વારંવાર આંચકા અનુભવાયા છે. છેલ્લા ઘણા મહિનાઓથી લોકો કોરોનાવાયરસ અને સાથે આવી રહેલા ભૂકંપથી ડરવા લાગ્યા છે.

આ પણ વાંચો – આસામનાં પૂર્વ CM ની તબિયત બગડી, કોરોનાનાં કારણે હોસ્પિટલમાં છે દાખલ

જણાવી દઇએ કે, ધરતીની અંદર પ્લેટોની ટક્કર થાય છે ત્યારે ભૂકંપ આવે છે. ધરતીની અંદર 7 પ્લેટો છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ ટકરાય છે, જેના કારણે ફોલ્ટ લાઇન ઝોન બની જાય છે અને સપાટીનાં ખૂણા વળી જાય છે. સપાટીનાં વળાંકને લીધે, ત્યાં દબાણ થાય છે અને પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટોનાં તૂટવા સાથે, અંદરની ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી કાઠે છે, જેના કારણે પૃથ્વી હલવા લાગે છે અને આપણે તેને ભૂકંપ તરીકે માનીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.