ભીષણ આગ/ બાંગ્લાદેશના કન્ટેનર ડેપોમાં આગ લાગવાથી 40ના મોત, 450 ઘાયલ 

બાંગ્લાદેશના ચટગામમાં શનિવારે રાત્રે એક ખાનગી કન્ટેનર ડેપોમાં વિસ્ફોટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 40 લોકોના મોત થયા હતા

Uncategorized
કન્ટેનર ડેપોમાં

બાંગ્લાદેશના ચટગામમાં શનિવારે રાત્રે એક ખાનગી કન્ટેનર ડેપોમાં વિસ્ફોટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 40 લોકોના મોત થયા હતા અને 450થી વધુ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. ચટગામ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તૈનાત એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 40 મૃતદેહો શબઘરમાં પહોંચી ગયા છે.

ચટગામના આરોગ્ય અને સેવા વિભાગના વડા ઇસ્તાકુલ ઇસ્લામે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે સીતાકુંડા ઉપજિલ્લાના કદમરસુલ વિસ્તારમાં સ્થિત બીએમ કન્ટેનર ડેપોમાં આગ લાગી હતી. આગ અને ત્યારપછીના વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 40 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. મૃત્યુઆંક વધી શકે છે.

પીએમ શેખ હસીનાએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન શેખ હસીનાએ લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે બચાવ કામગીરી માટે તમામ સુવિધાઓનો આદેશ આપ્યો છે અને ઉચ્ચ સત્તાવાળી તપાસ સમિતિની રચના કરીને આગામી ત્રણ દિવસમાં અહેવાલની માંગણી કરી છે. ચટગામના ડિવિઝનલ કમિશનર (ડીસી) અશરફ ઉદ્દીને જણાવ્યું હતું કે મૃતકોના પરિવારોને USD 560 (50,000 રૂપિયા) આપવામાં આવી રહ્યા છે. ઘાયલોના પરિવારોને US$224 (tk 20,000) આપવામાં આવી રહ્યા છે.

ફાયર સર્વિસના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના દરમિયાન તેમના ત્રણ કર્મચારીઓના પણ મોત થયા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ચટગામ મેડિકલ કોલેજ હોસ્પિટલ પોલીસ ચોકીના સબ-ઇન્સ્પેક્ટર નૂરૂલ આલમે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે લગભગ 9 વાગ્યે કન્ટેનર ડેપોમાં આગ લાગી હતી. ફાયર સર્વિસ યુનિટે તેને ઓલવવાનું શરૂ કર્યું ત્યારે વિસ્ફોટ થયો અને આગ ફેલાઈ ગઈ.

આગ એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં ફેલાય છે

નૂરૂલ આલમે જણાવ્યું હતું કે, શરૂઆતમાં એવી આશંકા હતી કે કન્ટેનર ડેપોમાં રાખવામાં આવેલા કેમિકલના કારણે આગ લાગી હતી. રાત્રે લગભગ 11.45 કલાકે મોટો ધડાકો થયો હતો. કન્ટેનરમાં કેમિકલ હોવાના કારણે આગ એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં ફેલાઈ હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આજુબાજુના ઘરો હલી ગયા. અનેક ઘરોના કાચ તૂટી ગયા હતા.

BM કન્ટેનર ડેપોના ડાયરેક્ટર મુજીબુર રહેમાને કહ્યું કે આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ નથી, પરંતુ મને લાગે છે કે આગ કન્ટેનરમાંથી શરૂ થઈ હતી. ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સારવારનો સંપૂર્ણ ખર્ચ અમે ચૂકવીશું. ઘાયલોને મહત્તમ વળતર આપવામાં આવશે. અમે તમામ પીડિતોના પરિવારજનોની જવાબદારી લઈશું.

આ પણ વાંચો:પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર થઈ શકે છે જીવલેણ હુમલો, હાઇ એલર્ટ પર સુરક્ષા એજન્સીઓ

આ પણ વાંચો:કરણ જોહરની પાર્ટી ફરી ચર્ચામાં:ફિલ્મમેકરની બર્થડે પાર્ટી બની સુપર સ્પ્રેડર ઈવેન્ટ, સેલેબ્સ સહિત 55 મહેમાનોને પોઝિટીવ!

આ પણ વાંચો:કાશ્મીરી પંડિત કર્મચારીઓની ટ્રાન્સફર લિસ્ટ સોશિયલ મીડિયા પર લીક થતાં સરકાર વિરુદ્વ સૂત્રોચ્ચાર