Not Set/ કોરોના વાયરસની દવા પર સર્જાયો વિવાદ, બાબા રામદેવ સહિત 5 લોકો પર FIR

યોગગુરુ બાબા રામદેવ કોરોના વાયરસને ‘કોરોનિલ‘ દવાથી ઠીક કરવાના દાવાની સમસ્યાઓથી ઘેરાયેલા હોય તેવું લાગી રહ્યુ છે. રાજસ્થાનનાં જયપુરમાં બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદનાં સીઇઓ આચાર્ય બાલકૃષ્ણ અને અન્ય ત્રણ લોકો સામે આ દવાનો દાવો કરવા બદલ એફઆઈઆર નોંધાઈ છે. એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, બાબા રામદેવે પતંજલિ આયુર્વેદ દવા કોરોનિલને કોરોના વાયરસની દવા તરીકે […]

Uncategorized

યોગગુરુ બાબા રામદેવ કોરોના વાયરસને ‘કોરોનિલ‘ દવાથી ઠીક કરવાના દાવાની સમસ્યાઓથી ઘેરાયેલા હોય તેવું લાગી રહ્યુ છે. રાજસ્થાનનાં જયપુરમાં બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદનાં સીઇઓ આચાર્ય બાલકૃષ્ણ અને અન્ય ત્રણ લોકો સામે આ દવાનો દાવો કરવા બદલ એફઆઈઆર નોંધાઈ છે.

એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, બાબા રામદેવે પતંજલિ આયુર્વેદ દવા કોરોનિલને કોરોના વાયરસની દવા તરીકે પ્રોત્સાહન આપીને દેશને ગેરમાર્ગે દોર્યુ છે. આપને જણાવી દઈએ કે, મંગળવારે બાબા રામદેવે કોરોનિલને કોરોના વાયરસની સારવારની દવા તરીકે લોન્ચ કર્યુ હતુ. ત્યાર બાદથી, આ દવા અને બાબા રામદેવને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આયુષ મંત્રાલયે પણ પતંજલિ આયુર્વેદ પાસેથી કોરોનિલની ટ્રાયલ સંબંધિત તમામ માહિતી માંગતા આ દવાને કોરોના વાયરસની સારવારની દવાનાં રૂપમાં પ્રમોશન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

એક અહેવાલમાં જણાવાયું છે કે, જયપુરનાં જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં બાબા રામદેવ, તેમના સહયોગી અને પતંજલિ આયુર્વેદનાં એમડી આચાર્ય બાલકૃષ્ણ, વૈજ્ઞાનિક અનુરાગ વાષ્ળેય, એનઆઈએમએસનાં અધ્યક્ષ બલબીરસિંહ તોમર અને દિગ્દર્શક અનુરાગ તોમર વિરુદ્ધ જયપુરનાં જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરમાં આ લોકો પર કોરોનિલને કોરોના વાયરસની દવા ગણાવી, ભ્રામક પ્રચાર દ્વારા દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ કેસની પુષ્ટિ કરતાં જ્યોતિ નગર પોલીસ સ્ટેશનનાં એસએચઓ સુધીરકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, હા, પતંજલિનાં બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ, બલબીરસિંહ તોમર, અનુરાગ તોમર અને વૈજ્ઞાનિક અનુરાગ વાષ્ળેયની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆર કોરોનિલનાં ગેરમાર્ગે દોરનારા પ્રચારનાં કેસમાં આઈપીસીની કલમ 420 (છેતરપિંડી) સહિતની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.