Not Set/ PM મોદી આજે દેશના સૌથી લાંબા કેબલ પુલનું કરશે લોકાર્પણ

ભરૂચઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી સાંજ 4 વાગે ભરૂચ નજીક બનાવવામાં આવેલા દેશના સૌથી લાંબ કેબલ સ્ટેઇન બ્રિજનું ઉદ્દઘાટન કરશે. આ બ્રિજને 389 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. નર્મદા નદી પર આવેલ, ભારતનો આ પ્રથમ સૌથી મોટો કેબલ બ્રિજ બનાવામાં આવ્યો છે. આ બ્રિજ નેશનલ હાઇવે […]

Uncategorized

ભરૂચઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી સાંજ 4 વાગે ભરૂચ નજીક બનાવવામાં આવેલા દેશના સૌથી લાંબ કેબલ સ્ટેઇન બ્રિજનું ઉદ્દઘાટન કરશે. આ બ્રિજને 389 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

નર્મદા નદી પર આવેલ, ભારતનો આ પ્રથમ સૌથી મોટો કેબલ બ્રિજ બનાવામાં આવ્યો છે. આ બ્રિજ નેશનલ હાઇવે નં 8 પર બનાવામાં આવ્યો છે. આ બ્રીજથી ભરૂચ ખાતે ટ્રાફિક જામની સમસ્યા ઓછી થશે. સાથે જ મુંબઈથી અમદાવાદ, અમદાવાદથી મુંબઈ આવતા લોકોને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. કુલ 389 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ બ્રીજ 1344 મીટર લાંબો છે. જે ભારતનો સૌથી લાંબો કેબલ બ્રીજ છે. એલ એન્ડ ટી કંપની દ્વારા આ બ્રીજને બનાવવાની શરૂઆત વર્ષ 2014માં કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ બ્રીજ 10 ટાવર એટલે કે પાઇલોન પર બન્યો છે. ત્યારે આવનારા દિવસોમાં ખરેખરમાં આ બ્રીજ ભરૂચની શાન બની જશે.