Gandhidham News: ગાંધીધામ એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે દિનદહાડે લુંટના ઈરાદે છરીથી જીવલેણ હુમલો કરનાર ત્રણ શખ્સોને પૂર્વ કચ્છ પોલીસએ ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે.
ગઈ કાલે રાજુભાઈ રસીકભાઈ ઠક્કર નામના વેપારી રોકડ રૂ. 12લાખ ભરેલી બેગ સાથે પોતાની દુકાને જઈ રહ્યા હતા ત્યારે દુકાન પાસે બે અજાણ્યા ઈસમોએ તેમની પાસે આવી છરી વડે ઘા મારી લુંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સમયે આસપાસના વેપારીઓ પહોંચી જતા હુમલાખોર બલેનો કારમાં નાસી છૂટ્યા હતા. આ મામલે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને એસ.પી.સાગર બાગમારના સૂચનથી તપાસ તેજ કરવામાં આવી હતી. ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમાની આગેવાનીમાં એલસીબી સહિતની ટીમોએ સી.સી.ટી.વી. ફુટેજના આધારે આરોપીઓને ટ્રેસ કરી માલિયા હાઇવે પરથી કાર સાથે પકડી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં અબ્દુલ ઉર્ફે ગુરખો આમદભાઈ સોઢા (ઉ.વ. 27), અસલમ ઉર્ફે ઇકબાલ ઉર્ફે ખિસકોલી હારુન ડેવર (ઉ.વ. 25) અને મામદ ઉર્ફે ઘોડો બાવલાભાઈ મથડા (ઉ.વ. 21) નો સમાવેશ થાય છે. ત્રણેયે મીઠીરોહર અને કંડલા વિસ્તારમાં રહે છે. પોલીસે આ આરોપીઓ પાસેથી બલેનો કાર GJ-12 EE-8631 કિમતી રૂ. પાંચ લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ સોશિયલ મીડિયામાં લુંટના વિડિયો જોઈ ગુનાનો પ્લાન બનાવ્યો હતો અને ફરીયાદી અગાઉ પણ લુંટનો ભોગ બન્યા હોવાની જાણકારી આધારે ટાર્ગેટ કર્યો હતો.
@દિનેશ જોગી
આ પણ વાંચો:ગાંધીધામમાં ગુંડારાજ ! ફિલ્મી સ્ટાઈલમાં કરાયું અપહરણ
આ પણ વાંચો:ગાંધીધામ ખાતે સવારે 6.૦૦ થી 7.30 વાગ્યા યોજાશે યોગ શિબિર
આ પણ વાંચો:ગાંધીધામમાં કન્ફર્મ રેલવે ટિકિટની લાલચ આપી પ્રવાસીઓને છેતરતી ટોળકી પકડાઈ
