Navsari News/ નવસારીના અમલસાડમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઇઝનિંગ, વરરાજા સહિત 70થી વધુ મહેમાનો બન્યા ભોગ

નવસારીના અમલસાડ ગામે લગ્ન સમારોહમાં ભોજન બાદ 70થી વધુ લોકો ફૂડ પોઇઝનિંગ (Food Poisoning)ના શિકાર. 12 મહેમાનો જલાલપુર CHCમાં દાખલ, આરોગ્ય વિભાગ તપાસમાં.

Top Stories Gujarat Breaking News
Food Poisoning

Navsari News:નવસારીના અમલસાડ ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝનિંગ (Food Poisoning) થયાની ઘટના સામે આવી છે. જેમાં લગ્નનું ભોજન ખાધા પછી વરરાજા સહિત મહેમાનોને ઝાડા અને ઉલટી થઈ હતી.માહિતી અનુસાર, 70 થી વધુ લોકો તેમાં  પ્રભાવિત થયા હતા.જે લોકોની તબિયત વધુ લથડતી હતી તેવા બાર મહેમાનોને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર, જલાલપુર CHCમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને વરરાજા સહિત 10 અન્ય લોકોની પણ સારવાર કરવામાં આવી હતી. જાણકારી અનુસાર લગ્નમાં લગભગ 1,000 લોકોએ ભોજન ખાધું હતું, જેના કારણે મોટાભાગના લોકોને ફૂડ પોઇઝનિંગ થવાની સંભાવના વધી ગઈ હતી.

અમલસાડ ગામે જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ (Food Poisoning)

આ દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને 40 આરોગ્ય કર્મચારીઓની ટીમ તૈનાત કરી હતી, જેઓ ગંભીર રીતે બીમાર લોકોની સારવાર કરી રહ્યા છે અને બીમારીના કારણની તપાસ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગે લોકોને સતર્ક રહેવા અને જો તેમને કોઈ સંભવિત લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સહાય મેળવવા અપીલ કરી છે.

આ પહેલા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં બુધવારે રાત્રે એક ભવ્ય લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ (Food Poisoning)ની ગંભીર ઘટના બની હતી. આ જમણવારમાં 1000 થી વધુ મહેમાનોએ ભોજન લીધું હતું, જેમાંથી લગભગ 100 થી 125 જેટલા લોકોને ગંભીરફૂડ પોઇઝનિંગ થયું હતું.

જમણવાર બાદ થોડી જ વારમાં મહેમાનોને ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો, ચક્કર અને કમજોરી જેવી તકલીફો શરૂ થઈ હતી. સ્થિતિ ગંભીર બનતા રાત્રે જ 108 એમ્બ્યુલન્સ સહિત 7 થી વધુ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અસરગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક ધોળકા સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ખેડા અને અમદાવાદની (Ahmedabad) અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.


આ પણ વાંચોઃ મહેસાણાના કોલવડા ગામમાં ફૂડ પોઇઝનિંગના લીધે 33ને ઝાડા ઉલ્ટી

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં ધાર્મિક પ્રસંગે 300થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ

આ પણ વાંચોઃ એપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ