સુરત/ તાપી નદીમાં અનેક માછલીઓના મોત, આ કારણ હોઈ શકે છે જવાબદાર

સુરતમાં તાપી નદીના મોટા વરાછાથી અબ્રામાના કિનારે માછલીઓના મોત  સાથે સંખ્યાબંધ પાણીમાં રહેતા જીવોના પણ મોત થયા છે. તાપી નદીમાં ઝેરી કેમિકલ…

Gujarat Surat
માછલીઓના મોત

સુરતમાં તાપી નદીના મોટા વરાછાથી અબ્રામાના કિનારે માછલીઓના મોત  સાથે સંખ્યાબંધ પાણીમાં રહેતા જીવોના પણ મોત થયા છે. તાપી નદીમાં ઝેરી કેમિકલ છોડવાને કારણે આ મોત થયા હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ અંગે અગાઉ મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :બીજા લગ્નની મંજૂરી ન આપતા પતિએ બાળક ન થવા દેવાની પત્નીને આપી ધમકી

તાપી નદી પર વિયર-કમ-કોઝવેના કારણે બનેલા જળાશયનું નામ નર્મદા સરોવર છે. ઉકાઈ જળાશયમાંથી નિયમિત પાણી છોડવાના કારણે સમગ્ર વર્ષ દરમિયાન નદી કાંઠે પાણી વહેતુ રહે છે. હાલમાં, કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદના કારણે, આ વિસ્તારમાં તળાવની રચના થઈ હતી, જેનું જળસ્તર 6 મીટર સુધી ગયું હતું.

વરાછાથી અબ્રામાના કિનારે માછલીઓના મોત

નદીના કિનારે મૃત માછલીઓ અને સાપ મળી આવ્યાના જેવા સમાચાર મળ્યા કે સુરત મહાનગરપાલિકાના (SMC) અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા. આરોગ્ય વિભાગની ટીમે સ્થળની મુલાકાત લીધી હતી અને પાણીના સેમ્પલ લીધા હતા.

આ પણ વાંચો : ન્યારા હેડવર્કસની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા  

મોર્નિંગ વોક કરવા જતા દિપક ગાંગાણીએ જણાવ્યું કે ઘટનાની જાણ થયા બાદ તેમણે કોર્પોરેશનને ઓનલાઈન ફરિયાદ કરી છે, તેમજ અધિકારીઓને ફોન કરવામાં આવ્યો તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે આ અમારામાં નથી આવતું. ત્યારબાદ ફાયર વિભાગને ફોન કરીને ઘટનાની જાણ કરવામાં આવી તો તેમણે પણ આ જ પ્રકારનો જવાબ આપી દીધો કે આ અમારામાં નથી આવતું. સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશનના અધિકારીઓ પોતે વિઝિટ કરવા ન આવતા હોય તો આ ફરિયાદ અમારે ક્યાં આગળ કરવી છે. એના માટેનું પણ આ લોકો માર્ગદર્શન આપવા તૈયાર થતા નથી અને ફોન મૂકી દે છે. અમે પૂછે છે કે આ અંગે કોને ફરિયાદ કરીએ તો કોર્પોરેશનના અધિકારી પણ કહેવા તૈયાર થતા નથી અને પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે.

પાલિકાના વિપક્ષ એવા આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે આ અંગે અગાઉ મહાનગર પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તાપી નદીનો વિસ્તાર મહાનગરપાલિકામાં લાગતો નથી તેવું કહીને હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે. જે વિસ્તારમાં જળચર પ્રાણી મરેલી હાલતમાં મળી આવ્યા છે તેની નજીક જ સુરત મહાનગરપાલિકા ના ઇન્ટેક વેલ સહિતના પ્રોજેક્ટ આવ્યા છે. આ પ્રશ્ન ગંભીર હોવા છતાં પાલિકાએ તકેદારી રાખી ન હોવાની તકેદારી રાખી ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તાપી નદીના તટ પર હજારોની સંખ્યામાં પ્રાણીઓ મરેલા મળી આવ્યા બાદ તંત્ર દોડતું થયું છે.

આ પણ વાંચો :  ઉનાના ગીર પંથકમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ

સુરતના ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે અમારા ધ્યાન પર આવ્યું છે કે અબ્રામા વિસ્તારની અંદર તાપી નદીના કિનારે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં પડેલી છે. સ્થાનિક લોકો દ્વારા અમને ફરિયાદ કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને અમારા આરોગ્ય વિભાગની એક ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી છે. અમારી ટીમ સમગ્ર ઘટના અંગેની તપાસ કરશે અને માછલીઓના મૃત્યુ પાછળના કયા કારણો જવાબદાર છે તે અંગે પણ અમે તપાસ કરીશું.

ભૂતકાળમાં, ડુમસના દરિયાકિનારેથી સેંકડો સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી હતી. મરિન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, પાણીમાં ભળેલા ઓક્સિજનમાં ઘટાડો થવાના કારણે કેટલીક વખત માછલીઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે.

આ પણ વાંચો :ચોટીલા-રાજકોટ હાઇવેની હોટલ પાછળની ઓરડીમાંથી બાયોડીઝલનો જથ્થો ઝડપાયો : રૂ. 3.23 લાખનો મુદામાલ જપ્ત

આ પણ વાંચો :  MS ધોની જે કડકનાથ મરઘા ઉછેરે છે, તે હવે ગુજરાતના આ શહેરમાં પણ ઉપલબ્ધ…