Knowledge/ ફાસ્ટેગ ફરજિયાત થઇ રહ્યો છે, ત્યારે ફાસ્ટેગની તમામ જાણકારી તમને અહીંથી જ મળશે….

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાઇવે પરથી પસાર થનારા તમામ વાહનો માટે 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કરવા જઈ રહી હતી પરંતુ હવે તેની મુદત વધુ એક વખત  

Top Stories Mantavya Vishesh

@રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાઇવે પરથી પસાર થનારા તમામ વાહનો માટે 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કરવા જઈ રહી હતી પરંતુ હવે તેની મુદત વધુ એક વખત  વધારી  15 ફેબ્રુઆરી કરવામાં આવી છે. જો તમારી ગાડીમાં ફાસ્ટેગ નથી તો તેને લગાવવા માટે દોઢ મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને જો ફાસ્ટેગ નહિ લગાવ્યો હોય તો ડબલ ટેક્સ ચૂકવવો પડશે સાથે જ રિટર્ન જર્નીનો લાભ પણ નહિ મળે.

NHAI દ્વારા ફાસ્ટેગ ની મુદત વધુ એક વખત વધારવામાં આવી છે ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જે લોકો જે લોકો જોડે ફાસ્ટેગ નથી તેમને તાત્કાલિક ફાસ્ટેગ બેન્ક અમેજોન પેટીએમ સહીત અલગ અલગ જગ્યાઓ પર થી  મળી શકશે સાથે જ જે વાહનો માં ફાસ્ટેગ નહિ હોય તેમને ડબલ ટોલ ચૂકવો પડશે અને ૨૪ કલાક માં રિટર્ન મુસાફરી નો લાભ પણ નહિ મળે

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટોલના કેટલા ચૂકવવા પડશે તેના પર નજર કરીએ તો

                                          ફાસ્ટેગ સાથે           ફાસ્ટેગ વગર
અમદાવાદ થી વડોદરા                 110                         220
વડોદરા થી અમદાવદ(રિટર્ન)        55                         220
આણંદ  થી વડોદરા                       40                          80
વડોદરા થી આણંદ(રિટર્ન)             20                         80
અમદાવાદ થી નડિયાદ                 50                         100
નડિયાદ થી અમદાવાદ(રિટર્ન)       25                        100
અમદાવાદ થી આણંદ                  70                          140
આણંદ થી અમદાવાદ (રિટર્ન)       35                        140

ફાસ્ટેગ ખરીદવા જોઈતા દસ્તાવેજ
ફાસ્ટેગ માટેની અરજીની સાથે
1. વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ( RC )
2. વાહનના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
3. વાહનના માલિકની કેટેગરી મુજબ કેવાયસી ( KYC ) ડોક્યુમેન્ટ
જેમાં એક ફોટો આઈડી અને સરનામાના પુરાવો અને એક પાસપોર્ટ સાઈઝનો ફોટો ગ્રાફ ફરજિયાત છે.
ડ્રાઈવીંગ લાયસન્સ અથવા પાનકાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, આધાર કાર્ડ

ફાસ્ટેગ રિચાર્જ કેવી રીતે કરશો
ફાસ્ટેગ એકાઉન્ટને ચેકથી અથવા ક્રેડિટ, ડેબીટ કે નેફ્ટ NERT/RTGS  અથવા નેટબેંકીંગ મારફતે ઓનલાઈન રિચાર્જ કરાવી શકો છો. ફાસ્ટેગ એકાઉન્ટમાં રૂા. 1 લાખ સુધી રિચાર્જ કરાવી શકાય છે.

વાહનદીઠ જુદા જુદા રાખવા પડશે ફાસ્ટેગ એકાઉન્ટ
દરેક વાહન દીઠ ફાસ્ટેગ એકાઉન્ટ બનશે. એક વાહનનું ફાસ્ટેગ એકાઉન્ટ બીજાવાહન માટે વાપરી નહીં શકાય. વાહનની ક્ષમતા અનુસાર ફાસ્ટટેગ મળશે દાખલા તરીકે, લોડિંગ ટ્રક અને કારના ફાસ્ટેગ એકબીજામાં ન ચાલી શકે.

ફાસ્ટેગ ખોવાઈ જાય તો શું કરવુ?
ફાસ્ટેગ ખાવઈ જાય તો તમારે તુરંત જ ફાસ્ટેગ કસ્ટમર કેરમાં કોલ કરીને તમારૂ એકાઉન્ટ બ્લોક કરાવુ પડશે. અને નવું એકાઉન્ટ ખોલી તમારા ખાતાની રકમ તેમા ટ્રાન્ફર કરાવી પડશે. વાહન ચોરી થાય તો ફાસ્ટેગ એકાઉન્ટ બ્લોક કરાવવું પડશે.

એક વાહન માટે બે ફાસ્ટેગ ન ખરીદી શકાય
એક વાહન માટે બે ફાસ્ટેગ ખરીદવાની સખત મનાઈ છે. જો કોઈ વાહનના બે ફાસ્ટેગ હોય તો ગરબડી ઉભી થઈ શકે છે અને તેનાથી સર્જાતી સમસ્યા માટે ફાસ્ટેગ ધારક જવાબદાર ગણાય છે.

વાહન વેચો ત્યારે ફાસ્ટેગની માલિકી બદલાશે
વાહન વેચો ત્યારે ફાસ્ટેગ ઈશ્યુ કરનાર કંપની પાસે તમારે તે મુજબના ફેરફાર કરાવવા પડશે.

વાહન ચાલકે ફરિયાદ ક્યા કરવી?
જે કંપની પાસે ફાસ્ટેગ ઈશ્યુ કરાવ્યુ હોય તેનો સંપર્ત સાધી અને તમે ફરિયાદ નોંધાવી શકો આ સિવાય પણ IHMCL નો સંપર્ક કરીને તમે તમારી ફરિયાદ રજૂ કરી શકો

અગાઉ ખરીદે ફાસ્ટેગનો ઉપયોગ
તમે જે એજન્સી પાસેથી વાહન ખરીદ્યુ હોય ત્યાં સંપર્ક સાધીને તમારૂ ફાસ્ટેગ એક્ટીવેટ કરાવી શકો છો. આ માટે તમારે ફાસ્ટેગ ઈશ્યુ કરતી કંપની તેમજ નવુ વાહન ખરીદતી વખતે અગર ફાસ્ટેગ ઈશ્યુ કરાયુ હતુ તો તમે તે પણ એક્ટીવેટ કરી શકો છો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…